Gandhinagar News/ ગુજરાત બનશે ભારતનું ‘સિલિકોન ગેટવે’, ગાંધીનગરમાં 1 માર્ચથી ત્રીજી ‘સેમિકનેક્ટ કોન્ફરન્સ’નો પ્રારંભ

1 માર્ચ 2026ના રોજ ગાંધીનગરમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર કોન્ફરન્સ (Semiconnect Conference) યોજાશે. માઇક્રોન, ટાટા અને કેઇન્સ જેવી કંપનીઓના CEOs ભાગ લેશે.

Top Stories Gandhinagar Gujarat
Semiconnect Conference 2026 Gujarat

Semiconnect Conference 2026 Gujarat: ગુજરાત ફરી એકવાર વૈશ્વિક ટેક્નોલોજીના નકશા પર ચમકવા માટે તૈયાર છે. આગામી 1 માર્ચ, 2026 ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘3જી સેમિકનેક્ટ કોન્ફરન્સ’ ની ભવ્ય યજમાની કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ ના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે યોજાનારી આ કોન્ફરન્સમાં વિશ્વભરના સેમિકન્ડક્ટર દિગ્ગજો અને CEOs એક મંચ પર જોવા મળશે.

‘ગુજરાત: ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’

આ વર્ષની કોન્ફરન્સની થીમ ‘ગુજરાત: ઇન્ડિયાઝ ગેટવે ટુ સિલિકોન’ રાખવામાં આવી છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાયન્સ-ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

Semiconnect Conference 2026 Gujarat

Semiconnect Conferenceમા વૈશ્વિક દિગ્ગજોનો જમાવડો

ગાંધીનગરમાં યોજાનારી આ મહત્વની કોન્ફરન્સમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રની વૈશ્વિક જાયન્ટ કંપનીઓના દિગ્ગજ પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહેશે. જેમાં માઇક્રોન ટેક્નોલોજીના સીઈઓ સંજય મેહરોત્રા, ટાટા ઇલેક્ટ્રોનિક્સના સીઈઓ અને એમડી ડો. રણધીર ઠાકુર તેમજ CG સેમીના ચેરમેન જી. સી. ચતુર્વેદી ભાગ લેશે. આ ઉપરાંત, કેઇન્સ ટેક્નોલોજીના રમેશ કુન્હીકન્નન પણ આ કાર્યક્રમમાં જોડાઈને ભારતના સેમિકન્ડક્ટર મિશન અને ભાવિ રોકાણો અંગે ચર્ચા-વિચારણા કરશે.

શું હશે બે દિવસના કાર્યક્રમમાં ખાસ?

આ બે દિવસીય ઈવેન્ટમાં ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની મહત્વપૂર્ણ વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના પ્રથમ દિવસે નેક્સ્ટ જનરેશન રિસર્ચ, ધોલેરા અને સાણંદ લોજિસ્ટિક્સ હબ તેમજ ‘સિલિકોન ટુ સ્ટુડન્ટ્સ’ જેવા મહત્વના વિષયો પર સત્રો યોજાશે, જેની સાથે જાપાન અને તાઇવાન જેવા દેશોના પ્રતિનિધિઓ સાથે સ્પેશિયલ રાઉન્ડટેબલ બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બીજા દિવસે તમામ પ્રતિનિધિઓ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) ની રૂબરૂ મુલાકાત લેશે, જ્યાં તેઓ ટાટા ઇલેક્ટ્રોનિક્સ સહિતના અન્ય મોટા પ્રોજેક્ટ્સની પ્રગતિ અને કામગીરી પ્રત્યક્ષ રીતે નિહાળશે.

Semiconnect Conference 2026 Gujarat

ગુજરાત કેમ છે પ્રથમ પસંદગી?

ગુજરાત તેના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણકાર અનુકૂળ નીતિઓ અને ધોલેરા-સાણંદ જેવા ઔદ્યોગિક કોરિડોરને કારણે વૈશ્વિક ચિપ ઉત્પાદકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કોન્ફરન્સ માત્ર રોકાણ જ નહીં, પરંતુ નવી પેઢી માટે કૌશલ્ય વિકાસ અને રોજગારીની નવી તકો પણ લાવશે.


આ પણ વાંચો: સેમિકન્ડક્ટર સમાચાર: સેમિકન્ડક્ટર અને એઆઈ અંગે ગુજરાતથી સારા સમાચાર

આ પણ વાંચો: ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબના પ્રોજેક્ટ્સ અંગે ગાંધીનગરમાં અશ્વિની વૈષ્ણવે બેઠક યોજી…

આ પણ વાંચો: ગુજરાતના સાણંદમાં ભારતની પ્રથમ એન્ડ-ટુ-એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ