સુરત શહેરમાં શિક્ષણમાં હવે માપ્યાગીરી શરૂ થઈ હોય તેવું લાગી રહ્યું છે સુરતના ડીંડોલી વિસ્તારમાં વાલી સ્કૂલની સામે જ આવેલી શ્રદ્ધા સ્ટેશનરીમાં યુનિફોર્મ લેવા ગયા ત્યારે યુનિફોર્મની નાના મોટી સાઈઝ બદલી આપવાની વાતમાં દુકાનદાર આવેશમાં આવી વાલીને માર માર્યો હતો.
સુરતમાં અનેક વખત સ્કૂલોની મનમાની સામે આવી છે .. શાળા દ્વારા જ્યાં થી કહેવામાં આવે ક્યાંથી જ ફરજિયાત સ્ટેશનરી નો સામાન તેમજ યુનિફોર્મ ખરીદવા માટે ફરજ પાડતી હોય છે ત્યારે આવી જ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી દીપ દર્શન વિદ્યાસંકુલના સામે જ આવેલી શ્રદ્ધા સ્ટેશનરી માં ઘટી છે.. દીપ દર્શન વિદ્યાસંકુલ દ્વારા તેવું ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું કે શાળાની સામે આવેલી શ્રદ્ધા સ્ટેશનરી માંથી જ તમામ વસ્તુ લેવી જેથી મિતેશભાઇ ત્યાં પોતાના બાળકો માટે સ્કૂલનો યુનિફોર્મ લેવા માટે ગયા હતા તેમનું એક બાળક દીપ દર્શન સ્કૂલમાં પ્રથમ ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે બીજું બાળક ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે બંને બાળકોના યુનિફોર્મ લઈ લીધા બાદ બંનેની સાઈઝ મુદ્દે વાતચીત કરતા દુકાનદાર અરવિંદભાઈ ગુસ્સે થઈ ગયા હતા અને મિતેશભાઇ ને પકડી અને માર માર્યો હતો.
મિતેશભાઇ યુનિફોર્મ લેવા ગયા ત્યારે એમના પત્ની અને તેમના બે બાળકોને સાથે લઈ ગયા હતા જોકે શ્રદ્ધા સ્ટેશનરીના માલિક અરવિંદભાઈ દ્વારા મિતેશ ભાઈ ને તેમના બાળકો અને પત્નીની સામે માર મારી ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા આ ઘટનામાં મિતેશભાઇ ને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી.. જેથી તેમણે પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મહત્વનું કહેવાય કે શાળા દ્વારા એક જ જગ્યાએથી બાળકોને લગતી તમામ સ્કૂલ નો સામાન લેવાની ફરજ પડાતી હોવાને લીધે દુકાનદારો બેફામ બન્યા છે અને વાલીઓ કોઈ પણ પ્રકારનો વાંધો ઉઠાવે તો તેમની સામે હાથ ઉપાડતા પણ ખચકાતા નથી ત્યારે સમગ્ર મામલે દીપ દર્શન સ્કૂલ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ જોકે હાલ પોલીસે શ્રદ્ધા સ્ટેશનરીના માલિક અરવિંદભાઈ સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
