હીડાલગો, મેક્સિકો
ઉતર અમેરિકાના મેક્સિકોમાં ઓઇલની પાઇપલાઇનમાં વિસ્ફોટ સાથે ભીષણ આગ લાગતાં 73 લોકોનાં મોત થયાં અને 74 લોકો ઘાયલ થયા છે.જોવાની વાત એ છે કે કેટલાક ચોરોએ પાઈપ લાઈનમાં કાણું પાડીને ઓઈલ ચોરીનો પ્રયાસ કરતા ભયાનક બ્લાસ્ટ થયો હતો અને દુર્ઘટના સર્જાય હતી.
આ ઘટના નોર્થ મેક્સિકોના હિડાલ્ગોની છે. ત્યાંના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું કે સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા ભેગા થયા હતા ત્યારે આગ લાગી ગઇ.
ગવર્નર ઉમર ફયાદે કહ્યું કે સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા માટે ભેગા થયા હતા, ત્યારે અચાનક જ આગ લાગતા મૃતદેહો આમતેમ ઉછળ્યા અને ત્યાં ને ત્યાં જ બળીને ભડથું થઇ ગયા. જો કે હાલ આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે.
તસ્કરોએએ પાઇપલાઇનમાંથી તેલ ચોરવા તેમાં કાણું પાડી દીધું હતું. લીકેજ વધતાં લોકોએ લીક થતું તેલ ચોરવા દોડધામ મચાવી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.
આ ઘટના મેક્સિકોમાં 9 વર્ષની સૌથી મોટી તેલ દુર્ઘટના છે. તે પહેલાં 2010માં પાઇપલાઇનમાં વિસ્ફોટથી 28 લોકો માર્યા ગયા હતા.
મેક્સિકોના પ્રેસિડન્ટ આન્દ્રે મેન્યુઅલ લોપેઝએ તેમના દેશમાં થઈ રહેલા ઓઇલ ચોરી સામે અભિયાન છેડયું છે તેવા સમયે જ થયેલાં આ બ્લાસ્ટએ સરકારની આંખ ઉઘાડી છે.
દેશની સૌથી મોટી તેલ કંપની પેમેક્સના કહેવા મુજબ તેની પાઇપલાઇનોમાંથી ગયા વર્ષે 21 હજાર કરોડ રૂપિયાની પેટ્રો પેદાશોની ચોરી થઇ છે.