Not Set/ રાજ્યમાં આજ સુધીનું 85896 હેકટર વાવેતર : ચોમાસું સારું રહેવાની ખેડૂતોની આશા

હવામાન વિભાગ અને અન્ય વરસાદ અંગેની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થળો ઉપર વરસાદની શરૂઆત થઇ ગઈ છે. જ્યારે કેટલાક શહેરોમાં વરસાદી વાતાવરણ બની રહ્યું છે.

Top Stories Business
વાવેતર

આ સમય વાવણીનો સમય ગણવામાં આવે છે. જુનમાં ખરીફ સિઝનની શરૂઆત થાય છે અને ખેડૂતો જુદા-જુદા પાકોની વાવણી કરે છે. આ સમયમાં ખેડૂતોની પધ્ધતિસરની વાવણી અને સમયસર યોગ્ય માત્રામાં થયેલો વરસાદ તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકે છે. સમાન્ય રીતે મોટા ભાગના ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર જૂનના પહેલા કે બીજા સપ્તાહમાં પ્રથમ વરસાદ પડતા જ કરી દેવામાં આવે છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ખરીફ પાકોનું તા: 11-06-2022ના રોજ સુધીમાં કુલ 85896 હેકટરમાં વાવેતર થયું છે. આ વર્ષે રાજ્યમાં સૌથી વધારે મગફળી અને કપાસના પાકનું વાવેતર થયું છે સૌથી વધુ કપાસનું 42516 હેકટરમાં વાવેતર થયુ છે અને મગફળીનું 35999 હેકટરમાં વાવેતર થયુ છે. ઉપરાંત સોયાબિનનું 1410 હેકટરમાં વાવેતર થયું છે. ત્યારે હવે ખેડૂતો સારા વરસાદની આશા સેવી રહ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 85896 હેકટરમાં વાવેતર થયું

સૌથી વધુ કપાસનું 42516 હેકટરમાં વાવેતર થયુ

મગફળીનું 35999 હેકટરમાં વાવેતર થયુ

સોયાબિનનું 1410 હેકટરમાં વાવેતર થયું

મકાઈનું 61 હેકટરમાં વાવેતર થયું

શાકભાજીનું 3171 હેકટરમાં વાવેતર થયું

ઘાસચારનું 2714 હેકટરમાં વાવેતર થયું

તુવેરનું 16 હેકટરમાં વાવેતર થયું

મગનું 10 હેકટરમાં વાવેતર થયું

ધાન્ય પાકોનું 61 હેકટરમાં વાવેતર થયું

કઠોર પાકોનું 26 હેકટરમાં વાવેતર થયું

તેલીબિયાં પાકોનું 37409 હેકટરમાં વાવેતર થયું

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ અને અન્ય વરસાદ અંગેની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક સ્થળો ઉપર વરસાદની શરૂઆત થઇ ગઈ છે. જ્યારે કેટલાક શહેરોમાં વરસાદી વાતાવરણ બની રહ્યું છે.

આ પણ વાંચો : ચોમાસાની મુંબઈમાં દસ્તક, આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી