Raid/ CBIએ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના રહેઠાણ પર પાડયા દરોડા

જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. સીબીઆઈએ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા

Top Stories India
14 1 1 CBIએ જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલના રહેઠાણ પર પાડયા દરોડા

CBIએ શુક્રવારે (5 મે) 538 કરોડના કથિત બેંક ફ્રોડ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. સીબીઆઈએ ગોયલની ઓફિસ સહિત સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સિવાય એરલાઇનના પૂર્વ ડિરેક્ટર ગૌરાંગ આનંદ શેટ્ટીના ઘર અને ઓફિસની પણ સર્ચ કરવામાં આવી હતી. સીબીઆઈએ કહ્યું કે દિલ્હી અને મુંબઈમાં જેટ એરવેઝના પ્રિમાઈસીસ, એરવેઝના પૂર્વ અધિકારીઓ અને ગોયલની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે કેનેરા બેંકની ફરિયાદ બાદ છેતરપિંડી અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં ફંડની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.

સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું કે નરેશ ગોયલની પત્ની અનિતા ગોયલ સહિત ઘણા લોકો બેંક ફ્રોડ કેસમાં આરોપી છે. તમને જણાવી દઈએ કે જેટ એરવેઝ, જે એક સમયે ભારતની સૌથી મોટી ખાનગી એરલાઇન્સમાંની એક હતી, પરંતુ એરવેઝે એપ્રિલ 2019 માં રોકડની તંગીને ટાંકીને તેનું સંચાલન સ્થગિત કરી દીધું હતું.

 નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ખાતે નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ જેટ એરવેઝ માટે બિડ જીત્યા બાદ કંપની પુનઃજીવિત થવાની પ્રક્રિયામાં હતી. તમને જણાવી દઈએ કે નરેશ ગોયલ, અનીતા ગોયલ, જેટ એરવેઝ અને અન્ય આરોપીઓએ આખા મામલામાં હજુ સુધી કંઈ કહ્યું નથી. તે જ સમયે, સીબીઆઈએ કહ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.