નિવેદન/ યોગ ગુરૂ રામદેવએ એલોપેથી મામલે આપેલા નિવેદનને પાછુ લીધુ

રામદેવએ નિવેદન પરત લીધુ

India
0 યોગ ગુરૂ રામદેવએ એલોપેથી મામલે આપેલા નિવેદનને પાછુ લીધુ

દેશમાં કોરોના માહમારી ચાલી રહી છે ત્યારે દેશના યોગ ગુરૂ સ્વામી રામદેવે એલોપેથી મામલે વિવાદિત બયાન આપતાં મામલો પેચીદો બન્યો હતો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સહિત અનેક મેડિકલ સંસ્થાઓએ રામદેવના નિવેદનનો વિરોધ કર્યો હતો અને તેમની સામે કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી.પરતું વિવાદ વધુ વકરતા યોગ ગુરૂ રામદેવએ પોતાનો નિવેદન પાછો ખેચી લીધો છે.રામદેવએ કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.હર્ષવર્ધનને લખેલા પત્રનો જવાબ આપતાં પોતાના નિવેદન પર ખેદ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે આ નિવેદન વોટસઅપ પર આવ્યો હતો,તે મે વાંચી સંભળાવ્યો હતો.

બાબા રામદેવએ હર્ષવર્ધનને પત્ર લખીને જણાવ્યું હતું કે અમે આધુનિક વિજ્ઞાન  અને એલોપથીનો વિરોધ કરી રહ્યા નથી. અમારું માનવું છે કે એલોપથીએ જીવન બચાવ સિસ્ટમ અને શસ્ત્રક્રિયામાં  મોટી પ્રગતિ કરી છે અને માનવતાની સેવા કરી છે. મારું નિવેદન ટાંકવામાં આવ્યું છે તે એક કાર્યકર મીટિંગનું છે, જેમાં મેં વોટસઅપમાંથી વાંચ્યો હતો . જો  કોઈની લાગણીને ઠેસ પહોંચાડે તો મને માફ કરશો.રામદેવે ટવીટ કરીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે, તમારો પત્ર  મળ્યો છે. આના સંદર્ભમાં, હું તબીબી પ્રથાઓના સંઘર્ષના આ સમગ્ર વિવાદ અંગે દિલગીર થઈને મારું નિવેદન પાછું ખેંચું છું.