પોલિસ ફરિયાદ/ ‘તારક મહેતા’ સિરિયલ ફેમ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ ફરિયાદ

‘તારક મહેતા’ સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

Ahmedabad Entertainment
corona 7 'તારક મહેતા' સિરિયલ ફેમ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં નોધાઇ ફરિયાદ
‘તારક મહેતા’ સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેને લઈ દલિત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.  તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. ખોખરા પોલીસે અરજીની તપાસ બાદ મુનમુન દત્તા ઉર્ફે બબિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Taarak Mehta Ka Ooltah Chashma ફેમ બબીતાજીએ શેર કર્યા Bold Photos Taarak  Mehta Ka Ooltah Chashmah Babita Ji Actress Munmun Dutta bold beautiful  Photos says Baaki karein shine Tu kare glow– News18
વાલ્મિકી સમાજના મધુભાઈ પરમાર, જેઓ વકીલાતની પ્રેક્ટિસ કરે છે. મધુભાઈએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ ટ્યુબ પર એક વીડિયો જોયો હતો.  જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરી સમાજના લોકોની લાગણી દુભાવી છે.
રિયલ લાઇફમાં ખુબજ સ્ટાઇલિશ છે 'બબીતા જી' સોશિયલ મીડિયા પર ચાલે તેનું રાજ
ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં  દેશ તેમજ ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાતા અરજી રૂપે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયાં જાહેર કર્યો છે. મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.