Not Set/ Big Boss 11 : હીના ખાનને લોકો વચ્ચે જવું પડ્યું ભારે, એવું તો શું થયું કે ટોળા વચ્ચે રડવા લાગી? જુવો વીડીયો

Big Boss 11 માં આ વખતે ઓનલાઈન વોટીંગ બંધ છે. ફાઈનલની ટીકીટ લેવા માટે એક નવો ટ્વિસ્ટ લાવ્યાં છે. જે લોકો નોમિનેશનમાં છે. તે લોકો ઘરની બહાર જઈને પોતાના માટે વોટ માંગવાના હતાં. આ ટાસ્ક મુંબઈના એક મોલમાં રાખવામાં આવ્યો હતો. આ સપ્તાહમાં હીના ખાન, શિલ્પા શિંદે, વિકાસ ગુપ્તા અને લવ ત્યાગી ઘરેથી બેઘર થવા માટે […]

Entertainment

Big Boss 11 માં આ વખતે ઓનલાઈન વોટીંગ બંધ છે. ફાઈનલની ટીકીટ લેવા માટે એક નવો ટ્વિસ્ટ લાવ્યાં છે. જે લોકો નોમિનેશનમાં છે. તે લોકો ઘરની બહાર જઈને પોતાના માટે વોટ માંગવાના હતાં. આ ટાસ્ક મુંબઈના એક મોલમાં રાખવામાં આવ્યો હતો.

આ સપ્તાહમાં હીના ખાન, શિલ્પા શિંદે, વિકાસ ગુપ્તા અને લવ ત્યાગી ઘરેથી બેઘર થવા માટે નોમીનેટ થયા હતાં. આ ચારે લોકોને એક મોલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમણે લોકોની વચ્ચે વોટ માંગવાના હતાં. લોકો વચ્ચે ગયેલી હીના ખાનના વાળ એટલા જોરથી ખેચવામાં આવ્યાં હતાં કે તે ભીડ વચ્ચે જ રડવા લાગી હતી.

https://twitter.com/hprneet143/status/948940488731639809

વોટ માંગવા ગયા હતાં પણ જેટલી ખુશી તેમણે ત્યાં જવાની હતી તે થોડી વાર પછી ગમમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે વોટ માટે લોકો પાસે પહોંચેલા કલાકરોને લોકોએ ધક્કે ચડવ્યા હતાં. જેમાં હીના ખાનને સૌથી વધારે હેરાન કરવામાં આવી હતી. ટોળામાંથી કોઈએ હીના ખાનના વાળ ખેચ્યાં હતાં. જેના કારણે હીના ખાન ત્યાં ખુબ પરેશાન થઇ ગઈ હતી રડવા લાગી હતી.