Not Set/ CM બનવા પર દેવેન્દ્ર ફડનવીસને PM મોદીએ પાઠવ્યા અભિનંદન

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે એક મોટો રાજકીય ઉથલપાથલ થયો હતો, જ્યાં શનિવારે સવારે ભાજપે એનસીપીના સમર્થનથી સરકાર રચી હતી અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જ્યારે અજિત પવાર ને એનસીપી વતી નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી દ્વારા તેમણે શપથ લીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સીએમ ફડણવીસ […]

Top Stories India
aa 2 CM બનવા પર દેવેન્દ્ર ફડનવીસને PM મોદીએ પાઠવ્યા અભિનંદન

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે એક મોટો રાજકીય ઉથલપાથલ થયો હતો, જ્યાં શનિવારે સવારે ભાજપે એનસીપીના સમર્થનથી સરકાર રચી હતી અને ભાજપના દેવેન્દ્ર ફડણવીસે રાજભવનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જ્યારે અજિત પવાર ને એનસીપી વતી નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ ભગતસિંહ કોશીયારી દ્વારા તેમણે શપથ લીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સીએમ ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને ભાજપ અને એનસીપીની સરકાર રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવાની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ અજિત પવારને અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ખંતપૂર્વક કાર્ય કરશે.

શ્રી દેવ ફડણવીસ જીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શ્રી અજિત પવારને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન.

મને વિશ્વાસ છે કે આ સરકાર મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ માટે સતત કટિબદ્ધ રહેશે અને રાજ્યમાં પ્રગતિના નવા ધોરણો નિર્ધારિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.