lightning/ સુરેન્દ્રનગરના ખારવા ગામે વીજળી પડતા 10 ગાયોના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશી વીજળી ત્રાટકતા 10 ગાયોના મોત થયાના સમાચાર સામે આવ્યા  છે. વઢવાણના ખારવા ગામે વીજળી પડી હતી

Top Stories Gujarat
5 23 સુરેન્દ્રનગરના ખારવા ગામે વીજળી પડતા 10 ગાયોના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં આકાશી વીજળી ત્રાટકતા 10 ગાયોના મોત થયાના સમાચાર સામે આવ્યા  છે. વઢવાણના ખારવા ગામે વીજળી પડી હતી, મોડી સાંજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા થયા હતા, જેમાં 10 પશુનાં મોત થયા હતા. ખારવા ગામના સિંધવ હરેશભાઇ પોપટભાઇ નામના પશુપાલકની 10 ગાયો પર વીજળી પડતા તમામનાં મોત થયા હતા. આ વર્ષે જિલ્લામાં વીજળી પડવાના બનાવોમાં સતત વધારો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાને લઈને અમાદવાદ હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ તથા કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આજે  સૈારાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ,ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં મઘ્યમથી ભારે વરસાદ તથા આવતીકાલે રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં મઘ્યમથી ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.