Not Set/ લોકસભામાં મોદી સરકારે પસાર કર્યું જનરલ કોટા અનામત બીલ

નવી દિલ્હી, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દેશના સવર્ણોને એક મોટી ભેટ આપતા સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મોદી સરકારનો આ નિર્ણય ચૂંટણી પહેલા સ્ટંટ માનવામાં આવી રહ્યો છે, પરંતુ હવે આ બીલને […]

Top Stories India Trending
705576 pm modi 7 ls લોકસભામાં મોદી સરકારે પસાર કર્યું જનરલ કોટા અનામત બીલ

નવી દિલ્હી,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પક્ષ મોદી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર દ્વારા દેશના સવર્ણોને એક મોટી ભેટ આપતા સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોદી સરકારનો આ નિર્ણય ચૂંટણી પહેલા સ્ટંટ માનવામાં આવી રહ્યો છે, પરંતુ હવે આ બીલને મંગળવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહલોત દ્વારા લોકસભામાં આ બીલ પસાર કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે આ બીલ પર બપોરે ૨ વાગ્યે લોકસભામાં ચર્ચા થશે.

ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર તેમજ વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે અને પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં સરકારી નોકરીઓમાં સવર્ણોને ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયથી ઉચ્ચ જાતિના ગરીબ એટલે કે આર્થિક રીતે પછાત પરિવારોના યુવાનોને નોકરીમાં મોટી રાહત થશે.

મોદી સરકારના આ નિર્ણયને આવકારતા પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ગરીબ સવર્ણોને અનામત મળવી જોઇએ. પીએમ મોદીની નીતિ છે કે ‘સૌનો સાથ સૌનો વિકાસ’, સરકારે સવર્ણોને તેમનો હક આપ્યો છે. પીએમ મોદી દેશની જનતા માટે કામ કરી રહ્યા છે”.