Arrested/ રાજકોટમાં જિલેટિન સ્ટીકની ચોરી મામલે 3 આરોપીની કરવામાં આવી ધરપકડ,ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ગણતરીના કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ જિલેટિન ચારી મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

Top Stories Gujarat
5 13 રાજકોટમાં જિલેટિન સ્ટીકની ચોરી મામલે 3 આરોપીની કરવામાં આવી ધરપકડ,ગણતરીના કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલ્યો
  • રાજકોટમાં જીલેટીન સ્ટીકની ચોરીનો મામલો
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્યે 3 આરોપીની કરી ધરપકડ
  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ય,SOGએ ઉકેલ્યો ચોરીનો ભેદ
  • એક્સપ્લોઝીવની 7 નંગ પેટી કરી જપ્ત
  • 250 નંગ બ્લાસ્ટિંગ કેપ કરી કબ્જે
  • 1500 મીટર બ્લાસ્ટિંગ વાયર કર્યો કબ્જે
  • આરોપીઓએ ફરિયાદીની વાડીએ સંતાડ્યુ હોવાનું ખુલ્યું
  • આરોપીઓને રૂપિયાની જરૂર હોવાથી કરી હતી ચોરી
  • એક્સપ્લોઝીવ લોકોને ઉંચી કિંમતે વેંચવાનો હતો પ્લાન
  • ફરિયાદીની કંપનીમાં કામ કરતા શખ્સોએ કરી હતી ચોરી

રાજકોટમાં જિલેટિન સ્ટિકની ચોરીએ શહેરના સમગ્ર પોલીસ તંત્રને ચોંકાવી દીધું હતું   આ ચોરી આજી ડેમ વિસ્તારમાં થતાં પોલીસ જ નહી એટીએસની ટીમ પણ તપાસમાં લાગી ગઈ હતી.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ગણતરીના કલાકમાં જ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ જિલેટિન ચારી મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓ પાસેથી એક્સપ્લોઝીવની 7 નંગ પેટી,250 નેગ બ્લાસ્ટિંગ કેમ્પ અને 1500 મીટર બ્લાસ્ટિંગ વાયર કબજે કર્યો છે. આ મામલે આરોપીઓની સઘન પુછપરછ કરતા તેમણે આ અંગે ખુલાસો કર્યો હતો કે રૂપિયાની ખુબ જરૂર હોવાથી  ચોરીનો પ્લાન બનાવ્યો હતો. એક્સપ્લોઝીવ લોકોને ઉંચી કિંમતે વેચીને અઢળક  રૂપિયા કમાવવાનો પ્લાન હતો .ફરિયાદીની કંપનીમાં આ આરોપીઓ કામ કરતા હતા.