Not Set/ દેશમાં 24 કલાકમાં દોઢ લાખ લોકોએ કોરોનાને આપી માત, નવા કેસ 2.55 લાખને પાર, 1600 થી વધુ મોત

દેશમાં કોરોનાના ભયજનક આંકડાની વચ્ચે સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે એક બાબત સકારાત્મક જોવા મળી રહી છે.દેશમાં કોરોનાવાયરસના આંકડા ફરી એક વાર  ભયજનક નોંધાયા છે.

Top Stories India
corona india 20 april દેશમાં 24 કલાકમાં દોઢ લાખ લોકોએ કોરોનાને આપી માત, નવા કેસ 2.55 લાખને પાર, 1600 થી વધુ મોત

દેશમાં કોરોનાના ભયજનક આંકડાની વચ્ચે સારવાર બાદ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે એક બાબત સકારાત્મક જોવા મળી રહી છે.દેશમાં કોરોનાવાયરસના આંકડા ફરી એક વાર  ભયજનક નોંધાયા છે. સતત વધી રહેલા કેસો સામે સરકાર પણ લાચાર હોય તેવું નજરે પડી રહ્યું છે. હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દર્દીઓને નવા બેડ મેળવવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. તે જોતા દેશમાંથી કોરોના કાબુ બહાર હોય તેમ લાગી રહ્યું છે અને સ્થિતિ ભયાવહ બની છે.દેશમાં કોરોનાના કેસો કૂદકે ને ભૂસકે વધતા જાય છે તેમજ દિનપ્રતિદિન નવો રેકોર્ડ સર્જતા જાય છે.

corona in india 8 દેશમાં 24 કલાકમાં દોઢ લાખ લોકોએ કોરોનાને આપી માત, નવા કેસ 2.55 લાખને પાર, 1600 થી વધુ મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.55 લાખ થી વધુ નવા કેસો નોંધાયા છે. જ્યારે પ્રથમ વખત સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.50 લાખ કરતા પણ વધારે થવા જાય છે. જેથી કુલ કેસો હવે 1.53 કરોડને પાર થયા છે.દેશમાં ફરી એક વખત એક હજારથી વધારે મોત નિપજ્યા છે. સતત પાંચમા દિવસે દિવસે મોતનો આંકડો એક હજારને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં1600 થી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે એક્ટિવ કેસ હવે 20,25 લાખની સપાટીએ પહોંચ્યા છે.

123 26 દેશમાં 24 કલાકમાં દોઢ લાખ લોકોએ કોરોનાને આપી માત, નવા કેસ 2.55 લાખને પાર, 1600 થી વધુ મોત

વિવિધ રાજ્યોમાં કોરોના કેસની સ્થિતિ પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં  રાત્રી લોકડાઉન બાદ પહેલાની સરખામણીએ કોરોનાના આંકડામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે.તેમ છતાં અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના આંકડો સૌથી વધારે જોવા મળી રહ્યો છે. અહીં 58,924 નવા કેસ નોંધાયા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 28,211, દિલ્હીમાં 23,886 કેસ, છત્તીસગઢમાં 13,834કેસ, કર્ણાટકમાં 15,785 જ્યારે મધ્યપ્રદેશમાં 12,897 કોરોનાના નવા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત કેરળમાં 13,644, રાજસ્થાનમાં 11,697,  ગુજરાતમાં 11,403 કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે બિહાર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ કોરોનાના કેસના આંકડા પણ વધારે જોવા મળી રહ્યા છે

Untitled 38 દેશમાં 24 કલાકમાં દોઢ લાખ લોકોએ કોરોનાને આપી માત, નવા કેસ 2.55 લાખને પાર, 1600 થી વધુ મોત