Not Set/ સુરત: કાપડના વેપારીએ બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ, વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

સુરત, સોનાનો લોકોને ક્રેઝ તો હોય જ છે અને  તે માટે લોકો ભારે ભરખમ દાગીના બનાવે છે.પરંતુ સુરતના કાપડના વેપારીએ સોનાનો દસ્તાવેજ બનાવ્યો છે,આમ તો ગુજરાતીઓ સહિત ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. પરંતુ સુરતના કાપડના વેપારીએ દુકાનનો દસ્તાવેજ સોનાનો બનાવડાવ્યો છે. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી પ્રેરણા લઈને રિટા ચાંદક અને અરૂણ લાહોતીને પણ […]

Top Stories Gujarat Surat
mantavya 232 સુરત: કાપડના વેપારીએ બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ, વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

સુરત,

સોનાનો લોકોને ક્રેઝ તો હોય જ છે અને  તે માટે લોકો ભારે ભરખમ દાગીના બનાવે છે.પરંતુ સુરતના કાપડના વેપારીએ સોનાનો દસ્તાવેજ બનાવ્યો છે,આમ તો ગુજરાતીઓ સહિત ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. પરંતુ સુરતના કાપડના વેપારીએ દુકાનનો દસ્તાવેજ સોનાનો બનાવડાવ્યો છે. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી પ્રેરણા લઈને રિટા ચાંદક અને અરૂણ લાહોતીને પણ કંઈક અનોખુ કરવાની ઈચ્છા થઈ હતી અને તે સાથે સોના ચાંદીનો દસ્તાવેજ બનાવતાં તેમને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે.

mantavya 233 સુરત: કાપડના વેપારીએ બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ, વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

આમ તો મિલકતની ખરીદીમાં દસ્તાવેજ કરવામાં આવે છે અને તે એક કાયદાકીય પ્રક્રિયા બધાને ફોલો કરવાની હોય છે. પરંતુ આપ સૌ જે હંમેશા કાગળ પર જોતા હતાં તેને આપ અલગ એટલે કે સોના ચાંદીમાં બનાવવામાં આવ્યો છે અને તેમા હીરા પણ લગાવવામાં આવ્યા છે.

mantavya 234 સુરત: કાપડના વેપારીએ બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ, વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

સુરતના કપડાં વેપારીએ દુકાનનો અનોખો દસ્તાવેજ કરાવ્યો છે. સામાન્ય રીતે કોઈપણ મિલકતની ખરીદી કરો એટલે એનો દસ્તાવેજ કરવામાં આવતો હોય છે. આ એક કાયદાકીય પ્રક્રિયા છે. તમને આમ થશે કે વળી આમાં નવું શું છે બધા જ કરાવે છર દસ્તાવેજ પણ અમે તમને જણાવી દઈએ કે સુરત ના આ વેપારી એ દુકાન નો દસ્તાવેજ કરાવ્યો એ અનોખો એટલા માટે કહી શકાય કે કાગળ પર થતો દસ્તાવેજ સોના અને ચાંદી પાર બનાવવામાં આવ્યો છે.

mantavya 235 સુરત: કાપડના વેપારીએ બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ, વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

કપડાં ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી રીટાબેન ચંદક સતત અવનવું કરી લોકો સામે ઉદાહરનીય કામગીરી કરતા રહે છે. વર્ષ 2016માં સંસ્કૃત અને ગુજરાતીમાં દસ્તાવેજ બનાવ્યા બાદ કઈક નવું કરવાની પ્રેરનાએ તેમને સીના અને ચાંદીનો દસ્તાવેજ બનાવવા પ્રેર્યા હતા. 2.5 કિલોગ્રામ ચાંદી અને 10 ગ્રામ સોનાનો ઉપયોગ કરી આ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ મળી રૂ 1.81 લાખનો દસ્તાવેજ થશે. આ દસ્તાવેજ બનાવમાં 4 મહિનાનો સમય લાગ્યો છે. તેમજ દસ્તાવેજમાં 200 અમેરિકન ડાયમંડ પણ લગાવામાં આવ્યા છે.

mantavya 236 સુરત: કાપડના વેપારીએ બનાવ્યો સોના-ચાંદીનો દસ્તાવેજ, વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

આ અનોખા દસ્તાવેજના પ્રયોગને લીધે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડની ટિમ દ્વારા પરીક્ષણ કરી તેને નોમિનેટ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન આપવા રજુઆત કરવામાં આવી છે.