રાજકીય/ જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર: મોદી કેબિનેટમાં મળી એન્ટ્રી, જાણો કયુ મંત્રાલય મળી શકે છે.

વર્ષ 2002 માં પહેલી વખત સાંસદ બનનાર જ્યોતિરાદિત્યએ તેમના પિતા માધવરાવ સિંધિયાના નિધન પછી રાજકીય સફરની શરૂઆત કરી હતી.

Top Stories India
jyotiraditya scindia જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર: મોદી કેબિનેટમાં મળી એન્ટ્રી, જાણો કયુ મંત્રાલય મળી શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મ્નાત્રી મંડળનું વિસ્તરણ કર્યું છે. નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણમાં સૌથી મહત્વનું નામ જ્યોતિરાદિત્ય સિંધિયા હતું. મોદી કેબિનેટના સંભવિત નવા ચહેરાઓમાં, કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંત્રી તરીકે શપથ લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સિંધિયાને કેન્દ્રીય કેબિનેટમાં રેલ્વે મંત્રાલયની જવાબદારી સોંપી શકાય છે.

MP પ્રવાસ ટૂંકાવી પહોચ્યા હતા દિલ્હી

આપને જણાવી દઈએ કે જ્યોતિરાદિત્ય દિલ્હીથી તેડું આવ્યા બાદ મધ્ય પ્રદેશનો પ્રવાસ ટૂંકાવીને રાજધાની દિલ્હી પરત ફર્યા હતા. સિંધિયા મંગળવારે મહાકાલ દર્શન માટે ઉજ્જૈન આવ્યા હતા. આ દરમિયાન મીડિયાએ તેમને પૂછ્યું કે તમને મંત્રી પદ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. જેના પર સિંધિયાએ કહ્યું હતું કે મને ખબર નથી, કોઈ માહિતી નથી.

સિંધિયાની રાજકીય યત્રા પર નજર

  • વર્ષ 2002 માં પહેલી વખત સાંસદ બન્યા હતા. જ્યોતિરાદિત્યએ તેમના પિતા માધવરાવ સિંધિયાના નિધન પછી રાજકીય સફરની શરૂઆત કરી હતી.
  • – 18 સપ્ટેમ્બર, 2001 ના રોજ, જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયાનું હવાઈ અકસ્માતમાં નિધન થયું હતું. ત્યારથી તે ગુનાના લોકસભા સાંસદ હતા.
  • જ્યોતિરાદિત્યએ પ્રથમ વખત ગુના બેઠક પરથી ચૂંટણી લડી હતી અને ફેબ્રુઆરી 2002 માં 4.5. લાખથી વધુ વોટથી જીત મેળવી હતી.

સિંધિયાનું અંગત જીવન અને શિક્ષણ

  • માધવરાવએ તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાને દૂન સ્કૂલમાં ભણવા મોકલ્યા હતા.
  • શાળાનું શિક્ષણ પૂરું થયા પછી, તે જ્યોતિરાદિત્યને પોતાની સાથે દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજ ગયા હતા.  ત્યરબાદ ઇંગ્લેંડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં  ગયા.
  • જો જ્યોતિરાદિત્યને ઓક્સફર્ડમાં પ્રવેશ ન મળ્યો ત્યારે તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો હતો.
  • 1991 માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, જ્યોતિરાદિત્યએ લોસ એન્જલસમાં આંતરરાષ્ટ્રીય કંપની મેરિલ લિંચ સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • આ પછી તેણે ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સમાં પણ થોડો સમય કામ કર્યું.
  • ઓગસ્ટ 1993 માં ભારત પાછા ફર્યા હતા. પછી  તેમણે મુંબઈની મોર્ગન સ્ટેનલી કંપનીમાં પણ કામ કર્યું.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસના રાજકારણમાં, સિંધિયા અને અર્જુનસિંહ પરિવારનો છત્રીસનો આંકડો છે, પરંતુ 2001 માં જ્યોતિરાદિત્ય કોંગ્રેસમાં જોડાયા ત્યારે અર્જુનસિંહે તેમને માધવરાવની ઐતિહાસિક કલમ ભેટ આપી હતી. આ તે જ પેન હતી જેની સાથે માધવરાવએ વર્ષ 1979 માં કોંગ્રેસના સભ્યપદ ફોર્મ પર હસ્તાક્ષર કર્યા હતા. માધવરાવ તેમની માતાની ઈચ્છા વિરુદ્ધ કોંગ્રેસમાં જોડાયા હતા.