મારામારી/ ખેડામાં નજીવી બાબતે જુથ અથડામણ , ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલો થાણે પાડયો

ખેડા જીલ્લાના રાજકીય વર્તુળમાં મોટા માથા ગણાતા બે નેતાઓના જુથો વચ્ચે સુમાર લોજીસ્ટીક કંપનીની બહાર ભારે બબાલ થતા એકબીજા સામે મારામારી થતા મામલો ગરમાયો હતો. જેની જાણ થતા ખેડા જીલ્લા ડીએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બંને જુથોના ટોળાને વીખેરીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ગોબલજ પાસે લોજીસ્ટીક કંપનીમાં નોકરી કરતા જયદીપસિંહ દિનેશભાઈ […]

Gujarat
MARAMARI ખેડામાં નજીવી બાબતે જુથ અથડામણ , ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મામલો થાણે પાડયો

ખેડા જીલ્લાના રાજકીય વર્તુળમાં મોટા માથા ગણાતા બે નેતાઓના જુથો વચ્ચે સુમાર લોજીસ્ટીક કંપનીની બહાર ભારે બબાલ થતા એકબીજા સામે મારામારી થતા મામલો ગરમાયો હતો. જેની જાણ થતા ખેડા જીલ્લા ડીએસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ બંને જુથોના ટોળાને વીખેરીને મામલો થાળે પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોબલજ પાસે લોજીસ્ટીક કંપનીમાં નોકરી કરતા જયદીપસિંહ દિનેશભાઈ રાવળ અને હિતેશભાઈ ગોહેલ સહિતના મિત્રો કંપનીમાંથી છુટ્યા બાદ બહાર નીકળીને ઉભા હતા ત્યારે સોહીલભાઈ, સફીયાનભાઈ, મેલાભાઈ ઠાકોર, સંજયભાઈ ઠાકોર સહિતના દસ ઈસમોએ આવી ચઢ્યા હતા. અને તેઓની સાથે ઝઘડો કરીને ગડદાપાટુનો માર મારતા ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે સામે પક્ષે સોહેલ હુસેનભાઈ સીંધીએ જણાવ્યું હતું કે મારે હિતેશ ગોહેલ અને જયદીપસિંહ રાવલ સાથે બોલાચાલી થઈ હતી.

કંપનીની બહાર ઉભા હતા ત્યારે હિતેશ ગોહેલ, જયદીપ રાવલ, ગુરુ રાઠોડ સહિતના માણસોએ ઝઘડો કરી ગમે તેમ અપશબ્દો બોલી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને પગલે વાતાવરણ ગરમાયા જતા ખેડા જીલ્લાનું પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું અને તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ ઘટનામાં રાજકીય વક ધરાવતા અર્જુનસિંહ અને ખમિશભાઈના માણસો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો હતો.

રાત્રીના બે જુથો વચ્ચેનો મામલો એટલો બધો વકર્યો અને રાજકીય વાતાવરણ પણ એટલું ગરમાયું હતું. આ તબક્કે કોમી વાતાવરણ પણ ડહોળાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. બંને પક્ષે અગ્રણી રાજકીય માથાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેમાં અમદાવાદના ધારાસભ્ય પણ દોડી આવ્યા અને મામલો સંભાળવા સક્રિય દાખવી હોવાના અહેવાલ પણ મળી આવ્યા છે.