Not Set/ રાજય માં આજે નવા માત્ર ૧૬ કેસો નોંધાયા, એક પણ મોત નહિ

રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

Gujarat Others
Untitled 149 રાજય માં આજે નવા માત્ર ૧૬ કેસો નોંધાયા, એક પણ મોત નહિ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર ધીમે ધીમે ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં માત્ર 16 નવા કોરોના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો  8,24,602પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક   પણ વ્યક્તિનું  મોત થયું નથી. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 28 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,14,830  છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 194  છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં રસીકરણ ચાલી રહ્યું છે. જો કે રાજ્યમાં વેપારી એકમો, વાણિજ્યિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓ જેના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત બનાવવામાં આવી છે.

જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 63 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 10172 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 34610 નાગરિકોને રસીનો પ્રથમ અને 159960 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 93157 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 26206 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો.