Patanjali ADS Case/ બાબા રામદેવે પતંજલિની ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માગી માફી, કોર્ટે લગાવી ફટકાર

યોગ ગુરુ રામદેવ અને કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 04 02T123046.610 બાબા રામદેવે પતંજલિની ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માગી માફી, કોર્ટે લગાવી ફટકાર

Patanjali ADS Case: પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી અને યોગ ગુરુ રામદેવ અને કંપનીના એમડી આચાર્ય બાલકૃષ્ણને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આજે રામદેવ અને બાલકૃષ્ણ બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે બાબા રામદેવના વકીલે કહ્યું કે અમે આવી જાહેરાત માટે માફી માંગીએ છીએ. તમારા આદેશ પર યોગ ગુરુ રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે. પતંજલિ આયુર્વેદના વકીલે કહ્યું કે બાબા રામદેવ પોતે કોર્ટમાં છે. તે માફી માગી રહ્યા છે અને તમે તેની માફી રેકોર્ડ પર મૂકી શકો છો.

બાબા રામદેવના વકીલે કહ્યું, ‘અમે આ કોર્ટથી ભાગી રહ્યા નથી. શું હું આ થોડા ફકરાઓ વાંચી શકું? શું હું હાથ જોડીને કહી શકું કે સજ્જન પોતે કોર્ટમાં હાજર છે અને કોર્ટ તેમની માફી નોંધી શકે છે. સુનાવણી દરમિયાન પતંજલિના વકીલે ભ્રામક જાહેરાત અંગે કહ્યું કે અમારા મીડિયા વિભાગને સુપ્રીમ કોર્ટના આદેશની જાણ નથી. તેથી જ આવી જાહેરાત થઈ. તેના પર જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની બનેલી બેંચે કહ્યું કે એ માનવું મુશ્કેલ છે કે તમને આની જાણ ન હતી.

હકીકતમાં, નવેમ્બર 2023માં જ સુપ્રીમ કોર્ટે પતંજલિને ભ્રામક દાવા કરતી જાહેરાતો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો. જો આમ કરવામાં નહીં આવે તો અમે કાર્યવાહી કરીશું. આવી સ્થિતિમાં પતંજલિની દરેક ખોટી જાહેરાત પર 1 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

જજે બાબા રામદેવના વખાણ કર્યા – યોગ પર ખૂબ સારું કામ કર્યું

આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાએ એમ પણ કહ્યું કે બાબા રામદેવે યોગના મામલે ખૂબ સારું કામ કર્યું છે. પરંતુ એલોપેથી દવાઓ અંગે આવા દાવા કરવા યોગ્ય નથી. IMAના વકીલે કહ્યું કે તેમણે તેની જાહેરાત કરવી જોઈએ, પરંતુ તેમાં એલોપેથી મેડિકલ સિસ્ટમની બિનજરૂરી ટીકા કરવી જોઈએ નહીં. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ પણ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે કેન્દ્ર સરકારે આ મામલે આંખો કેમ બંધ રાખી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આતિશી આવતીકાલે સવારે 10 વાગ્યે કરશે ઘટસ્ફોટ ખુલાસો? કર્યું ટ્વિટ

આ પણ વાંચો:CM કેજરીવાલે જેલમાં મળવા માટે કયા 6 લોકોના આપ્યા નામ? જાણો જેલમાં તમને શું-શું મળશે

આ પણ વાંચો:વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર, SCથી મસ્જિદ પક્ષને ઝટકો

આ પણ વાંચો:દિલ્હી CM અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત તિહાર જેલમાં કરશે રોકાણ, 3 પુસ્તકો વાંચવાની માંગી પરવાનગી

આ પણ વાંચો:11 દિવસની પૂછપરછ… કોર્ટે નથી કહ્યું કે દોષિત છે તો જેલ કેમ? અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતાએ ઉઠાવ્યા સવાલ