Russia/ યુક્રેનને હરાવવા માટે પુતિન પાસે છે ખાસ હથિયાર, કરાઈ રહી છે તૈયારી

રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયાને એક વર્ષ થવા જઈ રહ્યું છે. રશિયાને યુદ્ધ મોરચે એક પછી એક આંચકાઓ મળી રહ્યા છે. પરંતુ તેમ છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને…

Top Stories World
Putin has a Special Weapon

Putin has a Special Weapon: રશિયા અને યુક્રેન યુદ્ધ શરૂ થયાને એક વર્ષ થવા જઈ રહ્યું છે. રશિયાને યુદ્ધ મોરચે એક પછી એક આંચકાઓ મળી રહ્યા છે. પરંતુ તેમ છતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા આ યુદ્ધ જીતશે તેમાં કોઈ શંકા નથી. પુતિને સેન્ટ પીટર્સબર્ગમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે રશિયા આ યુદ્ધ જીતશે. તેમાં કોઈ શંકા નથી. તેમણે કહ્યું કે અમે રશિયાના લોકોની એકતા, અમારા સૈનિકોની હિંમત અને બહાદુરી અને અલબત્ત અમારા સૈન્ય-ઔદ્યોગિક ક્ષેત્રના બળ પર વિજય હાંસલ કરીશું.

સેન્ટ પીટર્સબર્ગ પહોંચેલા પુતિને કહ્યું કે રશિયાનું શક્તિશાળી સૈન્ય-ઔદ્યોગિક સંકુલ તેનું ઉત્પાદન વધારી રહ્યું છે અને આ એક મુખ્ય કારણ છે, જેના કારણે રશિયા આ યુદ્ધમાં યુક્રેનને હરાવી દેશે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવનું કહેવું છે કે રશિયાને યુક્રેન તરફથી કોઈ ખતરો નથી. યુક્રેન પાસે એવું કોઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેનાથી રશિયાને ખતરો હોય. તેમણે કહ્યું કે યુક્રેનમાં કોઈ સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જેનાથી રશિયાની સુરક્ષા જોખમાઈ શકે. તેણે આ યુદ્ધને રશિયા સામે વર્ણસંકર યુદ્ધ ગણાવ્યું. લવરોવે અમેરિકાની પ્રવૃત્તિઓને હિટલર અને નેપોલિયન સાથે સરખાવી હતી. તેમણે કહ્યું કે અમેરિકાએ લગભગ તમામ EU સભ્ય દેશો સાથે ગઠબંધન કર્યું છે અને તે યુક્રેનની આડમાં રશિયાને નિશાન બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: Twitter/ટ્વિટરની હાલત ખરાબ! પૈસા માટે વેચવી પડી રહી છે ઓફિસની વસ્તુઓ

આ પણ વાંચો: ChatGPT vs Sparrow/ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે Google તેનું નવુ અને શક્તિશાળી AI ચેટબોટ લોન્ચ કરશે, જાણો તેના ફીચર્સ

આ પણ વાંચો: વિરોધ/અમદાવાદમાં પઠાણ ફિલ્મને લઈને વિવાદ, કોઈ પણ સંજોગોમાં બજરંગ દળ ફિલ્મ નહીં થવા દે રિલીઝ