Not Set/ પંજાબમાં કોંગ્રેસના CM પદના ઉમેદવાર હશે ચરણજીત સિંહ ચન્ની, રાહુલ ગાંધીએ કરી જાહેરાત

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીના નામ પર મહોર લાગાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી હતી.

Top Stories India
ચરણજીત સિંહ ચન્ની

કોંગ્રેસે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસની ‘આવાઝ પંજાબ દી’ વર્ચ્યુઅલ રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચરણજીત સિંહ ચન્નીના નામ પર મહોર લાગાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે મને મુખ્યમંત્રી પદના ઉમેદવાર નક્કી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. મેં કોઈ નિર્ણય લીધો નથી. મેં પંજાબના લોકો, પાર્ટી કાર્યકર્તાઓ અને ઉમેદવારોની વાત સાંભળી છે. લોકો ઈચ્છે છે કે કોઈ ગરીબ તેમનો મુખ્યમંત્રી બને. ચન્નીજી ગરીબ ઘરમાંથી આવ્યા છે. તેમણે ગરીબી જોઈ છે. કોંગ્રેસમાં ઘણા હીરા છે, તેમાંથી એકની પસંદગી કરવી સરળ નથી. ચરણજીત સિંહ ચન્ની આગામી પંજાબ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે.

આ પણ વાંચો :ચૂંટણી પ્રચાર માટે EC એ રોડ શો, વાહન રેલી પર પ્રતિબંધ લંબાવ્યો

અગાઉ સિદ્ધુએ કહ્યું હતું કે મેં રાહુલ ગાંધીના નિર્ણયને સ્વીકાર્યો છે. જો મને નિર્ણય લેવાની શક્તિ આપવામાં આવશે, તો હું માફિયાઓને ખતમ કરીશ, લોકોનું જીવન સુધારીશ. જો સત્તા નહીં મળે તો તમે જેને પણ મુખ્યમંત્રી બનાવશો હું હસતા હસતા ચાલીશ.

સિદ્ધુએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે દરેક તેમનો નિર્ણય સ્વીકારશે. સિદ્ધુએ ટ્વીટ કર્યું, “નિર્ણય વિના કંઈ પણ મોટું પ્રાપ્ત થયું નથી… પંજાબને સ્પષ્ટતા આપવા આવેલા અમારા અગ્રણી નેતા રાહુલ જીનું હાર્દિક સ્વાગત છે… દરેક વ્યક્તિ તેમના નિર્ણયનું પાલન કરશે !!!

સાથે જ ભાજપે આ માટે રાહુલ ગાંધીની સત્તા પર સવાલ ઉઠાવ્યા છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી અને બીજેપી નેતા ગજેન્દ્ર સિંહ શેખાવતે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો રાહુલ ગાંધી પાર્ટીમાં કોઈ હોદ્દો ધરાવતા નથી, તો તેઓ આજે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કયા પદ અને સત્તા સાથે કરશે. મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરવી એ ખરેખર પાર્ટીનો વિશેષાધિકાર છે, પરંતુ પંજાબના લોકો એ જાણવા માગે છે કે પાર્ટીના સાંસદ હોવા ઉપરાંત હવે પાર્ટીમાં રાહુલ ગાંધીની સ્થિતિ શું છે.

આ પણ વાંચો :જાણો લતા મંગેશકરના નિધન બાદ લોકો ગૂગલ પર શું સર્ચ કરી રહ્યા છે……

આ પણ વાંચો :સલમાન ખાને લતાજીનાં નિધન પર કર્યું ટ્વિટ, કહ્યું- તમારી ખુબ જ યાદ આવશે

આ પણ વાંચો :આવતીકાલથી યુપી, દિલ્હી સહિત આ રાજ્યોમાં ખુલશે શાળાઓ, જાણો..

આ પણ વાંચો :અસદુદ્દીન ઓવૈસીના લાંબા આયુષ્યની કામના સાથે અપાઈ 101 બકરાની બલિ