વડોદરા શહેરના સમા રોડ પર આવેલા મહેશ કોમ્પલેક્ષમાં ધોળે દિવસે મહિલાની હત્યા કરવામા આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાની ક્રુરતા પૂર્વક કરવામાં આવેલી હત્યાનાં બનાવથી સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હત્યારા દ્રારા તિક્ષ્ણ હથિયાર વડે મહિલાને 30 જેટલા ઘા મારીને હત્યા નિપજાવાય છે. તો વળી હત્યા કર્યા બાદ હત્યારો આરમાથી ફરાર થઇ ગયો છે. ત્યારે સમગ્ર ઘટનાને જોતા એવી આશંકા ઉભી થાય છે કે હત્યારો પરિવારનો જ કોઇ શખ્સ હોવા જોઇએ.પોલીસ દ્રારા પણ આજ દિશામાં તપાસ કરવામા આવી રહી છે. ત્યારે 30-30 ઘા મારી હત્યા કરવાનો બનાવ સમાજ માટે પણ લાલ બત્તી સમાન છે. કોઇ ક્રુર પ્રફેશનલ ખુની કે હત્યારો પણ આટલા ઘા મારવા માટે ઘણીવાર અસમર્થ હોય છે. ત્યારે પોલીસને પણ વિચારતી કરી દેતો આટલી ખુન્સ ઘરાવતો હત્યારો કોણ છે તે કડવું મુશ્કેલ બન્યું હતું.
પોલીસ દ્રારા જોકે ગણતરીની કલાકોમાં જ હત્યારાને શોધી કાઢવામા આવી કેસને ઉકેલી લેવામા આવ્યો છે. પોલીસ દ્રારા હત્યારાની ઘરપકડ કરી લેવામા આવી છે. અને હત્યારો બીજો કોઇ નહીં પરંતુ મરનાર મહિલાનો જ પૂર્વ પ્રેમી નિકળ્યો છે. હકીકતે મરનાર મહિલા અને હત્યારા વચ્ચે છેલ્લા ત્રણેક વર્ષથી પ્રમે સબંધો હતા. મરનાર મહિલાનું મન થોડા સમયથી બીજા યુવ પર આવી જતા, મહિલા અને હત્યારા વચ્ચે ખટરાગ થયો હતો. અને આ વાતનાં રંજ સાથે હત્યારા દ્રારા આ ક્રુર પગલું ભરવામા આવ્યું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારો હત્યા કરી રસોડાના પાછળના ભાગેથી ફરાર થઇ ગયો હોવાનું અનુમાન સામે આવી રહ્યું હતું. ત્યારે પોલીસ દ્રારા મહિલાના પતિ પરેશભાઇ અને જેઠ દિલીપભાઇની પૂછપરછ કરવામા આવી હતી. હત્યા સમયે મહિલા ઘરમાં એકલા હતા. મહિલાનાં સાસુ કે જે તેજ મહેશ કોમ્પલેક્ષનાં ઉપરનાં માળે રહેતા છે, તેમણે મહિલા એટલે કે પુત્રવધુની લાશને લોહી લોણાહ હાલતમાં જોતા સમગ્ર ઘટના સામે આવી હતી. સાસુએ પુત્રવધુની લોહીથી લથપથ લાશ જોઇને તેઓ સ્તબ્ધ થઇ ગયા હતા. અને તુરંત જ તેઓએ તેમના પુત્ર અને પતિને ફોન કરીને બોલાવી લીધા હતા. અને પોલીસને પણ જાણ કરી દીધી હતી. જેથી પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
આપને જણાવી દઇએ કે મરનારનાં લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. મહિલા, પોતાના પતિ અને પુત્ર સાથે મહેશ કોમ્પલેક્ષના પહેલા માળે રહેતા. મરનાર મહિલાનાં સાસુ-સસરા પણ તેજ મહેશ કોમ્પલેક્ષમાં તેમના ઉપરનાં માળે જ રહે છે. મહિલાનો પુત્ર ઘટના સમયે સ્કૂલે ગયેલો અને પતિ પોતાનાં કામ-ધંધે હોવાથી મહિતા હત્યા સમયે આકલા જ ઘરમાં હતા. મહેશ કોમ્પલેક્ષના પહેલા માળે કુલ આઠ ફ્લેટસ આવેલા છે. તો પણ ઘટનાની જાણ કે સગળ પણ કોઇને આવ્યા હોવાથી પોલીસ હત્યારો કોઇ જાણભેદુ છે તે આશંકા સાથે તપાસ હાથ ઘરાવામા આવી હતી અને પોલીસે ગણતરીની કલાકોમા જ હત્યારાને પકડી પાડ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.