વિરોધ/ અમદાવાદમાં પઠાણ ફિલ્મને લઈને વિવાદ, કોઈ પણ સંજોગોમાં બજરંગ દળ ફિલ્મ નહીં થવા દે રિલીઝ

આવનાર 25 તારીખે પઠાણ ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે. જેમાં દિપીકા પાદુકોણ દ્વારા ન શોભે તેવા ભગવા રંગના કપડાં પહેરી અને બે શરમ રંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

Ahmedabad Gujarat
પઠાણ

25 જાન્યુઆરીએ પઠાણ ફિલ્મ રજૂ ન કરવા માટે અમદાવાદ બજરંગદળ દ્વારા ચીમકી આપવામાં આવી છે. જ્વલિત મહેતા પ્રાંત પ્રમુખ, ઉત્તર ગુજરાત બજરંગ દળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં રિલીઝ થવા દઈશું નહીં કારણ કે દીપિકા દ્વારા આ ફિલ્મમાં જે ગીત બતાવવામાં આવ્યું છે, જેમાં દીપિકા દ્વારા દર્શાવવામાં આવેલા વિકૃત દ્રશ્યો છે જેને લઈને સનાતન હિંદુ સ્નાસ્કૃતિ નું આપણ કરવામાં આવે છે.

 ફિલ્મ નિર્માતા દ્વારા આવા વિવાદ ઉભા કરીને ફિલ્મનું પ્રમોશન કરવામાં આવે છે જેને લઈને ફિલ્મ હિત થઇ જાય છે પરતું જે પ્રમાણે પઠાણ ફિલમમાં સનાતન હિંદુ ધર્મને ના શોભે તેવા વસ્ત્રો પહેરીને અશ્લીતાને  પ્રોત્સાહન આપવમાં આવે છે તે બજરંગદલ દ્વારા ક્યારેય ચલાવી લેવામાં નહિ આવે અને  આવરનાર 25 જાન્યુઆરી એ થઇ રહેલ  પઠાણ ફિલમનો સખ્ત વિરોધ કરવામાં આવશે.

બજરંગ દળ કોઈ પણ સંજોગે આ અપમાન સહન નહીં કરે. આ સીન હટાવી દેવામાં આવ્યો હોય તો પણ બજરંગ દળ વિરોધ કરશે.કારણ કે બોલીવુડમાં આ એક ફેશન બની ચૂક્યું છે. હિન્દુ ધર્મનું અપમાન કરો એવી ફિલ્મ બનાવો. અને પાછળથી માફી માંગી લો. એટલે આ પ્રમોશનનું માધ્યમ બની ગયું છે. કોઈ પણ સંજોગોમાં આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે. અને આ ફિલ્મમાં જે અશ્લીલ ફિલ્મ કપડાં પહેર્યા છે તેનાથી લોકોમાં વિકૃતિ જાગે છે અને તેનાથી કોઈપણ સમાજની દીકરી ભોગ બની શકે છે. બજરંગ દળ તેમની રક્ષા કરવા કટિબદ્ધ છે. બજરંગ દળ કોઈ પણ ભોગે હિન્દુ સનાતન ધર્મની રક્ષા માટે સરકારના સન્માન માટે આ ફિલ્મ રીલીઝ નહીં થવા દે.

આ પણ વાંચો:હાડ થીજવતી ઠંડીમાં AMC સંચાલિત સ્કૂલોનો મહત્વનો નિર્ણય, બાળકો મોડા આવશે તો પણ ચાલશે

આ પણ વાંચો:ગેરકાયદેસર દબાણોથી લોકોના હાલ – બેહાલ, તંત્રના ટ્રાફિક સપ્તાહ સામે પણ ઉઠ્યા સવાલો

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંબાજી અને જલોત્રા ખાતે નિર્માણ થનાર 164 આવાસોનું ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભૂમિપૂજન