Movie Masala/ શાહરૂખ ખાને પઠાણ બાદ નવી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ, લીક થયેલા ફોટોમાં ‘બાદશાહ’ને ઓળખવો મુશ્કેલ

શાહરૂખ ખાનની નવી ફિલ્મના સેટ પરથી ફોટો સોશિયલ મીડિયાના ફેન ક્લબ પેજ પર વાયરલ થયા છે. એવું માનવામાં આવે છે કે તેણે સાઉથના ફિલ્મ ડાયરેક્ટર એટલીની ફિલ્મ લોયનનું શૂટિંગ શરૂ કરી દીધું છે.

Entertainment
શાહરૂખ

શાહરૂખ ખાન ઘણા સમયથી સિલ્વર સ્ક્રીન પરથી ગાયબ છે. તેના ચાહકો તેની ફિલ્મની રિલીઝની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે શાહરૂખ છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યો હતો. 2018માં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં હતા. પરંતુ હવે ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે ટૂંક સમયમાં જ  તેના ફેવરિટ સ્ટારની ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ ઘણા સમયથી ફિલ્મ પઠાણનું  શૂટિંગ કરી રહ્યો હતો. હવે તેણે તેની વધુ એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે, જેનું નામ છે લોયન છે. આ ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક ફોટો લીક થયા છે. જો કે, તેના જે ફોટો સામે આવ્યા છે તેમાં તેને ઓળખવો  મુશ્કેલ બની રહ્યો છે.

આપને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની નવી ફિલ્મના સેટ પરથી ફોટો સોશિયલ મીડિયાના ફેન ક્લબ પેજ પર વાયરલ થયા છે. એવું માનવામાં આવે છે કે તેણે સાઉથના ફિલ્મ ડાયરેક્ટર એટલીની ફિલ્મ લોયનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જો કે આ ફોટોને લઈને ફિલ્મના યુનિટ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે ઘણા સમયથી એ વાત હેડલાઈન્સમાં હતી કે શાહરૂખ સાઉથ ડિરેક્ટર એટલી સાથે કામ કરી રહ્યો છે. જો કે, આ વચ્ચે તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસમાં જેલમાં ગયો હતો, જેના કારણે તેણે શૂટિંગ બંધ કરી દીધું હતું. કહેવામાં આવી રહ્યું છે કે લોયનનું શૂટિંગ હાલમાં મુંબઈમાં જ થઈ રહ્યું છે.

https://twitter.com/redchilleskafan/status/1512090430963216385?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1512090430963216385%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fstatic.asianetnews.com%2Ftwitter-iframe%2Fshow.html%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fredchilleskafan%2Fstatus%2F1512090430963216385%3Fref_src%3Dtwsrc5Etfw

આપને જણાવી દઈએ કે શૂટિંગ સેટ પરથી લીક થયેલા ફોટોમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર દેખાઈ રહ્યો છે. ચહેરા પર ગંદુ કપડું બાંધીને તે ડ્રાઇવિંગ સીટ પર બેસેલો જોવા મળી રહ્યો. તેના વાળ પણ વિખરાયેલા દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે શાહરૂખની આ ફિલ્મમાં બોલિવૂડની કોઈ હિરોઈન નથી પરંતુ તેની સાથે સાઉથની અભિનેત્રી નયનતારા સ્ક્રીન શેર કરવા જઈ રહી છે.

આપને જણાવી દઈએ કે યશ રાજના બેનર હેઠળ બનેલી ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં છે. ગયા મહિને શાહરૂખે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેની ફિલ્મ પઠાણ જાન્યુઆરી 2023માં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન કેમિયો કરતો જોવા મળશે.

આ પણ વાંચો :એવું તો શું થયું હતું કે રશ્મિકા મંદાના થઈ હતી ડિપ્રેશનનો શિકાર, જાણો કેવી રીતે શરૂ થયું કરિયર

આ પણ વાંચો :તનિષા મુખર્જીને બોબી દેઓલે કરી KISS, અભિનેત્રીએ કહ્યું- ‘તમે બ્રશ નથી કર્યું..’

આ પણ વાંચો :Yo Yo Honey Singh સાથે દિલ્હીની ક્લબમાં કરવામાં આવ્યું ગેરવર્તન, વ્યક્તિએ કહ્યું- ભગાડી દીધો હની… 

આ પણ વાંચો : ભારતી સિંહના પુત્રની પહેલી ઝલક આવી સામે, હર્ષ અને અભિનેત્રીના ચહેરા પર જોવા મળી ખુશી