સુશાંતે આ દુનિયાને અલવિદા કહ્યાને 365 દિવસ થયા છે, પરંતુ એક દિવસ એવો પસાર નથી થયો જ્યારે સુશાંતની ચર્ચા નાં થઇ હોય. 14 જૂન, 2020 ની બપોરે પછી સુશાંતની આત્મહત્યાના સમાચાર આવ્યા હતા. આ દુઃખદ ઘટના ઉપર આજે પણ હદય વિશ્વાસ કરવા તૈયાર નથી. ખબર નાં હતી બહારથી ઝાકમઝોળ ભરેલી ફિલ્મી દુનિયા કલાકાર અંદરથી આટલા વ્યથિત અને ઉદાસીન હશે.
સુશંતની મોતથી તેના ચાહકો રોષે ભરાયા હતા. અને સુશાંતના મોત અંગે સવાલ ઉઠાવ્યા અને કેટલીક ટીવી ચેનલોએ તેમની લાગણીઓને હવા આપી. પોલીસ તપાસમાં પણ કેટલીક સવાલ ઉઠ્યા છે. સુશાંતની મોત્નાસમાચાર હત્યા અથવા આત્મહત્યાની આસપાસ વણાયેલા હતા. વાતાવરણ એટલું ગરમ થઈ ગયું હતું કે સુશાંતના મૃત્યુના સમાચાર હેઠળ કોરોનાનો કહેર અને તેને લગતા સમાચારો પણ દબાઈ ગયા હતા.
રૂપેરી દુનિયાના રંગીન મહેકતા બગીચા નીચે ઘરબાયેલી અને ગંદી વાસ મારતી કેટલીક લાશો દફન હતી જે ધીરે ધીરે સપાટી ઉપર આવવા લાગી. અને રૂપેરી દુનિયાનું કડવું અને ગંદકી ભર્યું સત્ય લોકો સામે ઉજાગર થતું ગયું. સુશાંતના ચાહકો માને છે કે તેના પ્રિય સ્ટારની હત્યા કરવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં જે પણ તપાસ કરવામાં આવી છે તે હકીકતની નજીક આવી ગઈ છે કે સુશાંતે જ પોતાનું જીવન સમાપ્ત કર્યું છે. આ 365 દિવસોમાં સુશાંતના મોતથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ ભારે ઉથલપાથલ સર્જાઇ હતી.
સુશાંતના અવસાન પછી બોલિવૂડની પ્રતિષ્ઠા ઘણી ઓછી થઈ. સામાન્ય માણસએ સમજવું શરૂ કર્યું છે કે પડદા ઉપર દેખાતો એક સુંદર ચહેરો ફક્ત એક માસ્ક છે જેની પાછળ કદરૂપું અને ગંદકીનું સામ્રાજ્ય બીછાયેલું છે. ફિલ્મ સ્ટાર્સ, પીઢ દિગ્દર્શકો અને મોટા બેનરોની લોકપ્રિયતા અને પ્રતિષ્ઠા કલંકિત થઈ ગઈ. કોરોનાને કારણે લગભગ એક વર્ષથી સિનેમા હોલ બંધ રહ્યા છે. જ્યારે પરિસ્થિતિઓ સામાન્ય થશે, ત્યારે ફિલ્મો રિલીઝ થશે ત્યારે ખબર પડશે કે પ્રેક્ષકો બોલિવૂડથી કેટલા મોહિત છે. ?
2) નેપોટિઝમ સામે પવન ફૂંકાયો
હંમેશાં એવું માનવામાં આવે છે કે ફિલ્મ ઉદ્યોગમાં થોડા લોકોનો કબજો છે અને બહારથી આવતા કલાકારો / દિગ્દર્શકોએ ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે અને ફક્ત થોડા લોકો જ સફળ થાય છે, પરંતુ સ્ટારના પુત્રો અને પુત્રીઓ તરત જ તક મળે છે. એવું માનવામાં આવે છે કે સુશાંત પણ આ કારણે સતત પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે લડતો રહ્યો હતો, ઝઝૂમતો હતો અને હતાશ થઈ ગયો હતો. કેટલાક લોકોએ નેપોટિઝમ સામે જોરદાર અવાજ ઉઠાવ્યો છે અને સોશિયલ મીડિયા પર ઘણી ફિલ્મ્સ વિરુદ્ધ એક ઝુંબેશ પણ ચાલી રહી છે.
3) ડ્રગનો કાળો કારોબાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આવા કેટલાક નામ બહાર આવ્યા છે જે અંદરથી ડરેલા ખાલી ઢોલ જેવા છે. તેઓએ વિશ્વનો સામનો કરવા માટે દવાઓનો આશરો લેવો પડે છે. સુશાંત આત્મહત્યા કેસની તપાસ શરૂ થઈ ત્યારે આ સ્ટાર્સને ખબર ન હતી કે આ કેસની જ્વાળાઓ તેમના સુધી પણ પહોચી શકે છે. ઘણા ચહેરાઓ ખુલ્લી પડી ગયા. તપાસકર્તાઓ પણ તેમની પાસે પહોંચ્યા હતા. જોકે, કેટલીક નક્કર બાબતો સામે આવી ન હતી. શક્ય છે કે કેટલાકની પૂછપરછ કરવામાં આવી હોય. તેઓ કદાચ ડ્રગ્સનું સેવન ન કરે, પરંતુ એવું બહાર આવ્યું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ડ્રગ્સનો કાળો પડછાયો ફેલાયેલો છે.
4) સ્ટારની લોકપ્રિયતામાં ઘટાડો
મોટા સ્ટાર્સની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. એક તો સિનેમા હોલ બંધ થવાને કારણે, તેમની ફિલ્મો થિયેટરોમાં રિલીઝ થઈ શકી નહીં. તેઓ સો કરોડ, બસો કરોડના કલેક્શન ઉપર મદમાં છાકટા થઇ ને ફરતા હતા. જ્યારે તેમની ફિલ્મો ઓટીટી પર રિલીઝ થઈ ત્યારે તેઓ રડી પડ્યા હતા. સુશાંતના મોત અંગે મોટા સ્ટારનું મૌન પણ લોકોને અખરી રહ્યું હતું. કેટલાક સ્ટાર છેલ્લા એક વર્ષથી ચર્ચા માં પણ નથી. શું હવે તેમને પહેલા જેવો જ પ્રેમ મળશે? આ સવાલ આગામી દિવસોમાં પૂછવામાં આવશે.