Politics/ આખરે સત્તાવાર રીતે પાર્ટીનો ખેસ પહેરી ઈશુદાન ગઢવી AAP સાથે જોડાયા

ગુજરાતની રાજનીતિમાં હવે એક નવો દૌર શરૂ થવા જઇ રહ્યો છે. જી હા, છેલ્લા ઘણા દિવસો ચાલી રહેલી ચર્ચાઓનો આજે આખરે અંત આવ્યો છે.

Top Stories Trending
1 422 આખરે સત્તાવાર રીતે પાર્ટીનો ખેસ પહેરી ઈશુદાન ગઢવી AAP સાથે જોડાયા

ગુજરાતની રાજનીતિમાં હવે એક નવો દૌર શરૂ થવા જઇ રહ્યો છે. જી હા, છેલ્લા ઘણા દિવસો ચાલી રહેલી ચર્ચાઓનો આજે આખરે અંત આવ્યો છે. અહી અમે વાત ઈશુદાન ગઢવીનાં રાજનીતિમાં પ્રથમ પગથિયાની કરી રહ્યા છીએ. આજે આખરે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો.

મોટા સમાચાર / અદાણી ગ્રૂપને 43,500 કરોડ રૂપિયાનો આંચકો, વિદેશી ભંડોળનાં એકાઉન્ટ્સ ફ્રીઝ

રાજ્યમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં જે રીતે આમ આદમી પાર્ટીએ રંગ લાવ્યો તે જોયા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાવવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આજે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમનુ આપ નાં કાર્યકર્તાઓ અને અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કેજરીવાલ અમદાવાદ એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યા તેમણે બંધ બારણે ઈશુદાન ગઢવી સાથે મુલાકાત કરી હતી.

રાજકારણ / કેજરીવાલ અમદાવાદની મુલાકાતે, શું ઈશુદાન ગઢવી જોડાશે AAP માં? ચર્ચાનો દૌર શરૂ

જે બાદ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન અરવિંદ કેજરીવાલે ઈશુદાન ગઢવીને ખેસ પહેરાવીને AAP માં સ્વાગત કર્યુ છે. હવે સત્તાવાર રીતે તે સ્પષ્ટ થઇ ગયુ છે કે હવે પત્રકારત્વ ક્ષેત્રથી છૂટા થયા બાદ ઈશુદાન ગઢવી હવે રાજનીતિક ક્ષેત્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત આવનારી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની તૈયારીનો સંકેત છે. હવે ભાજપને ટક્કર આપવા માટે ગુજરાતમાં આપનું સંગઠન વધુ મજબૂત બનાવવાની પૂરી તૈયારીઓ થઇ રહી છે. વળી આજે અરવિંદ કેજરીવાલનાં આવ્યા બાદ મોટી સંખ્યામાં લોકો આપ સાથે જોડાય તેવું મનાઈ રહ્યું છે. અરવિંદ કેજરીવાલે આ પ્રવાસનાં એક દિવસ અગાઉ ગુજરાતીમાં ટ્વીટ કર્યું હતુ અને લખ્યુ હતુ કે, “હવે બદલાશે ગુજરાત. કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનને મળીશ”. હવે અરવિંદ કેજરીવાલનો ગુજરાતનો આ પ્રવાસ મહત્વપૂર્ણ મનાઈ રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

https://youtu.be/wOLEmDCezSY

majboor str 15 આખરે સત્તાવાર રીતે પાર્ટીનો ખેસ પહેરી ઈશુદાન ગઢવી AAP સાથે જોડાયા