સ્કોલરશીપ/ અભિનેતા સોનુ સૂદ આપશે આઇએએસની પરિક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને કોચિંગ સ્કોલરશીપ

કોચિંગ સ્કોલરશીપ આપશે સોનુ સૂદ

Entertainment
sonu sud અભિનેતા સોનુ સૂદ આપશે આઇએએસની પરિક્ષાની તૈયારી કરતાં વિધાર્થીઓને કોચિંગ સ્કોલરશીપ

બોલિવુડ અભિનેતા સોનુ સૂદએ હમેશા સમાજ સેવા કરવા તત્પર રહે છે. કોરોનાકાળમાં જરૂરીયાત લોકોને મદદ કરવામાં સૂદ તત્પર રહેતા હતાં.ગરીબ વિધાર્થીઓેને શિક્ષણ મફત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ પણ કરી છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

સોનુ સૂદે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરનાર વિધાર્થીઓ માટે કોચિંગ સ્કોલરશિપ આપવાનુ નક્કી કર્યુ છે. આ માહિત સોનુ સૂદે સોશિયલ મીડિયા પોસ્ટ પર કરી છે ટ્વિટરમાં તેમણે જણાવ્યું કે આઇએએસની પરિક્ષાની તૈયારી કરનાર વિધાર્થીની મદદ કરવા માટે નવી શરૂઆત કરી છે. સંભવમની શરૂઆત કરી છે.

મફત કોચિંગની જાણકારી આપતાં એકટર સોનુ સૂદે લખ્યું કે કરવી છે આઇએએસની તૈયારી અમે લઇશું તમારી જવાબદારી,સંભવમની લોન્ચ કરતાં રોમાંચ અનુબવી રહ્યો છું. સૂદ ચેરીટી ફાઉન્ડેશનની દિલ્હી માટેની આ શરૂઆત છે. તેમણે એક ફોટો પણ શેર કરી છે. તેમાં કોચિંગ સંબધિત અનેક જાણકારી આપવામાં આવી છે. આ ફોટા પર લખવામાં આવ્યું હતું કે ઇચ્છા ધરાવનાર ઉમેદવારોને આઇએએસ કોચિંગ સ્કોલરશીપ આપવાની વાત કરી છે.