Election/ રાજકોટમાં વોર્ડ નંબર 2 માં ઈસકી ટોપી ઉસકે સર,આ મહિલા કાર્યકર્તાની ટિકિટ કપાતા ભડકો..

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યની 6 મહાનગરપાલિકાઓના ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ટિકિટ ને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તામાં અસંતોષની લાગણીની સાથે ભારેલો અગ્નિ જોવા

Top Stories Gujarat
1

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્યની 6 મહાનગરપાલિકાઓના ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. ટિકિટ ને લઈને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તામાં અસંતોષની લાગણીની સાથે ભારેલો અગ્નિ જોવા મળ્યો હતો.ખાસ કરીને વોર્ડ નંબર 2 ના મહિલા કાર્યકર્તા મનીષાબા વાળાની ટિકિટ કપાઈ જતાં તેઓ રોષે ભરાયા હતા. એટલું જ નહીં મનીષાબા વાળાની જગ્યાએ કોંગ્રેસ પાર્ટીએ દિવ્યા બા જાડેજાની ટીકીટ આપતા કાર્યાલય પર હોબાળો સર્જાયો હતો. કોંગ્રેસ પ્રમુખ સામે કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ક્રોધિત થઈ અને અન્ય કાર્યકર્તાને તું કારો કરવા પર આવી ગયા હતા.

1

કૃષિ આંદોલન / ચક્કાજામ કરવા રસ્તે ઉતરેલા ખેડૂતો પર પોલીસે કરી કાર્યવાહી

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે વોર્ડ નંબર 2 ના મનીષા વાળાને ટિકિટ આપવાનું કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું હતું. પરંતુ છેલ્લે સુધી બીજાને ટિકિટ ફાળવી દીધેલી હોવાની જાણકારી ન હોવાથી મનીષાબા પણ ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. પરંતુ ટિકિટ દિવ્યા બા હરપાલસિંહ જાડેજાને આપી દેવામાં આવી હતી. જેથી મનીષાબાનો પિત્તો ગયો હતો.એટલું જ નહીં તેઓ રોષે ભરાયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓની વચ્ચે હોબાળો કરી મૂક્યો હતો.શહેર પ્રમુખ અશોક ડાંગર ની હાજરીમાં કાર્યકર્તા સામે આંગળી ચીંધી તું બહાર નીકળી જા તારી સાથે મારે વાત નથી કરવી તેવું કહી દીધું હતું.રાજકોટ શહેર કોંગ્રેસના અનેક ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે જે મેન્ડેટ આવ્યા હતા તે ઉમેદવારને બદલે બીજા જ નામના આવતા હોબાળો મચી ગયો હતો અને ઝઘડા શરૂ થઈ ગયા હતા.

ષડયંત્ર / ‘જો મને કોઇ 5 કરોડ આપે તો હુ PM મોદીને મારી નાખીશ’, જાણો કોણે કરી આ પોસ્ટ

અગાઉ પાર્ટીએ મનીષાબા વાળાને ફોર્મ ભરવા માટે કહ્યું હતું જ્યારે મેન્ડેટ બીજા લઈ ગયાની ચર્ચા થઈ રહી છે. મનીષાબા ની ટિકિટ ફાઇનલ હોવાથી તમામ તૈયારીઓ સાથે તેઓ કાર્યાલય પર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.સવારથી જ તેમને ફોર્મ ભરવા માટે કહી દેવામાં આવ્યું હતું પરંતુ ફોર્મ ભરવા આવ્યા તો દિવ્યા બાનું નામ ખૂલ્યું હતું. જેથી તેઓ રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે અમે ઉપર સુધી રજૂઆત કરશું કે અમારી સાથે દગો થયો છે. શહેર પ્રમુખ અશોક ડાંગર વિલા મો એ ઘટનાના સાક્ષી બની રહ્યા હતા.જ્યારે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોનાં ફોર્મ રદ થાય તેવી શક્યતા છે, અને તેના કારણે કોંગ્રેસને નુકસાની વેઠવી પડે તેવો વારો આવ્યો છે.

Delhi / દીપ સિદ્ધુનું ફેસબુક એકાઉન્ટ વિદેશમાં બેઠેલી મહિલા મિત્ર સંભાળી રહી છે!

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…