કૃષિ આંદોલન/ ચક્કાજામ કરવા રસ્તે ઉતરેલા ખેડૂતો પર પોલીસે કરી કાર્યવાહી

ખેડૂત આંદોલનને 2 મહિનાથી પણ વધુ સમય થઇ ગયા છે. ત્યારે આ આંદોલનને અંતર્ગત આજે ચક્કાજામ કરવામાં આવ્યુ હતુ.

India

ખેડૂત આંદોલનને 2 મહિનાથી પણ વધુ સમય થઇ ગયા છે. ત્યારે આ આંદોલનને અંતર્ગત આજે ચક્કાજામ કરવામાં આવ્યુ હતુ. ખેડૂતોએ ઘણા વિસ્તારોમાં રોડ-રસ્તાઓને જામ કરી દીધા હતા. ઘણા રાજ્યોમાં, ખેડૂતોએ ચક્કાજામ કર્યું હતુ. પંજાબ, હરિયાણામાં ઘણા સ્થળોએ ચક્કા જામ કરવામાં આવ્યુ હતુ. જે બાદ પોલીસ હરકતમાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, દેશમાં ઘણા રાજ્યોમાં આ આંદોલનની અસર સ્પષ્ટપણે દેખાઇ રહી છે. જેને ધ્યાને લઇને આજે કૃષિ કાયદાનાં વિરોધમાં ચક્કાજામની સ્થિતિ અલગ-અલગ જગ્યાએ જોવા મળી હતી. જે બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઇ હતી. આપને જણાવી દઇએ કે, કર્ણાટકનાં બેંગલુરુમાં પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કરી રહેલા ઘણા પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. જણાવી દઇએ કે, બપોરે 12 વાગ્યે ચક્કા જામ કરવાની શરૂઆત થઇ હતી. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે, આંદોલન સરળતાથી સમાપ્ત નહીં થાય. ખેડૂત આંદોલન ઓક્ટોબર સુધી ચાલશે. સંઘર્ષ માટે ખેડૂતો સંપૂર્ણ રીતે તૈયાર છે. રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું છે કે, ખેડૂતોનો આ ગુસ્સો કેન્દ્ર સરકાર પર ભારે પડશે.

આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યુ નથી. કારણ કે દિલ્હીની બોર્ડર પર પ્રદર્શનનાં કારણે પહેલાથી જ જામની સ્થિતિ છે. આ સાથે, યુપી અને ઉત્તરાખંડમાં પણ ખેડૂતોએ ચક્કાજામને નકારી કાઠ્યો હતો, ખેડૂત સંગઠનો આ રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટને મળશે અને તેમને એક નિવેદન રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભારતીય કિસાન સંઘનાં નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતુ કે, આવતીકાલે (6 ફેબ્રુઆરી) માત્ર 2 રાજ્યોમાં જામ થશે નહીં. આ 2 રાજ્યો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ છે. આ 2 રાજ્યો અને દિલ્હી સિવાય સમગ્ર દેશમાં ચક્કાજામ થશે.

ષડયંત્ર / ‘જો મને કોઇ 5 કરોડ આપે તો હુ PM મોદીને મારી નાખીશ’, જાણો કોણે કરી આ પોસ્ટ

Election / કોંગ્રેસ હાથ પર હાથ રાખીને બેઠી છે, અમે ભાજપને ગુજરાતમાંથી ઉખાડીશું – મનિષ સિસોદિયા

UN / ખેડૂત આંદોલનના પડઘા સંયુક્ત રાષ્ટ્રમાં પડ્યા, બંને પક્ષોને સંયમ રાખવા સલાહ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો