Mumbai News/ સમુદ્રમાં નારી શક્તિ, ત્રણેય સેનાઓની દસ મહિલા અધિકારીઓ સમુદ્ર દ્વારા વિશ્વ પ્રવાસે પ્રયાણ કર્યું !

મુંબઈના ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ થી રવાના થનાર ભારતીય નૌકાદળનું સેઈલિંગ વેસલ (IASV) ‘ત્રિવેણી’ માત્ર દરિયાઈ જહાજ નથી પણ ભારતની નારી શક્તિ

Mumbai News NATIONAL India Trending Uncategorized

Female Power News: રક્ષા મંત્રી રાજનાથ સિંહે 11-9-2025ના રોજ  ત્રણેય સેનાઓની પ્રથમ મહિલા સમુદ્રી સફરને લીલી ઝંડી આપી. ત્રણેય સેનાઓની દસ મહિલા અધિકારીઓ આગામી નવ મહિનામાં લગભગ 26,000 નોટિકલ માઇલનું અંતર કાપશે, જેમાં વિશ્વના કેટલાક સૌથી ખતરનાક જળ વિસ્તારોનો સમાવેશ થાય છે. આ સમુદ્રી સફરને સમુદ્ર પ્રદક્ષિણા નામ આપવામાં આવ્યું છે.

મુંબઈના ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ થી રવાના થનાર ભારતીય નૌકાદળનું સેઈલિંગ વેસલ (IASV) ‘ત્રિવેણી’ માત્ર દરિયાઈ જહાજ નથી પણ ભારતની નારી શક્તિ માટે એક સ્વપ્ન સાકાર થયું છે.

ભારતીય સશસ્ત્ર દળો દ્વારા પોતાના પ્રકારની પ્રથમ સફરમાં, ત્રણેય સેવાઓ, આર્મી, નેવી અને એરફોર્સના દસ મહિલા અધિકારીઓ 11 સપ્ટેમ્બરના રોજ મુંબઈના પ્રતિષ્ઠિત ઈન્ડિયા ગેટથી સ્વદેશી રીતે નિર્મિત જહાજ ‘IASV ત્રિવેણી’ પર વિશ્વ પ્રવાસ પર નિકડ્યા,

દસ મહિલા અધિકારીઓ IASV ત્રિવેણીથી રવાના થયા છે

તેઓ IASV ત્રિવેણીથી રવાના થયા છે. આ સમુદ્રી સફરને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ નામ આપવામાં આવ્યું છે. તેને વિશ્વમાં આ પ્રકારની પ્રથમ ત્રિ-સેવાઓની સફર કહેવામાં આવી રહી છે.

ટીમ ત્રિવેણી
લીડર – લેફ્ટનન્ટ કર્નલ અનુજા વરુડકર(Lieutenant Colonel Anuja Varudkar)
વાઈસ લીડર – સ્ક્વોડ્રન લીડર શ્રદ્ધા પી રાજુ (Squadron Leader Shraddha P Raju)
સભ્યો: મેજર કરમજીત કૌર(Major Karamjit Kaur), મેજર ઓમિતા દલવી(Major Omita Dalvi), મેજર દૌલી બુટોલા(Major Dauli Butola), કેપ્ટન પ્રાજક્તા નિકમ (Captain Prajakta Nikam), લેફ્ટનન્ટ કમાન્ડર પ્રિયંકા ગુસૈન(Lieutenant Commander Priyanka Gusain), વિંગ કમાન્ડર વિભા સિંહ(Wing Commander Vibha Singh), સ્ક્વોડ્રન લીડર અરુવી જયદેવ(Squadron Leader Aruvi Jaydev) અને સ્ક્વોડ્રન લીડર વૈશાલી ભંડારી(Squadron Leader Vaishali Bhandari)

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ત્રણેય સેનાઓ દ્વારા સંપૂર્ણપણે મહિલા શક્તિ નેતૃત્વ કરશે.

“આ ભારતના વધતા દરિયાઈ કૌશલ્ય, નવા અવરોધોને તોડીને મહિલા શક્તિની ભાવના અને વિશ્વ મંચ પર આત્મનિર્ભર ભારતના વિઝનનો ઉજવણી છે.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PM મોદી આજે ‘જ્ઞાન ભારતમ’ પોર્ટલ લોન્ચ કરશે, તે હસ્તપ્રતોના ડિજિટાઇઝેશન તરફ એક મોટું પગલું લેવાશે !

આ પણ વાંચો:સીપી રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેશે,152 મતોના માર્જિનથી જીત્યા…….

આ પણ વાંચો:દિલ્હી સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે, હાઇકોર્ટે અરજી ફગાવી દીધી હતી, ઉમર ખાલિદની અરજી….