Not Set/ આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન, બુધવારે બપોરે થશે સુનાવણી

મંગળવારે આર્યન તરફથી કોર્ટમાં પૂર્વ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલો કરી હતી. તેઓ આર્યનને જામીન અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે સામા પક્ષે NCBએ વિરોધ નોંધાવ્યો છે.

Top Stories Entertainment
aaryan khan bail rejected આર્યન ખાનને આજે પણ ન મળ્યા જામીન, બુધવારે બપોરે થશે સુનાવણી

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મંગળવારે પણ જામીન મળી શક્યા નથી. મંગળવારે આ મામલે ચર્ચા પૂરી થઈ શકી ન હતી અને હવે બુધવારે પણ ચર્ચા ચાલુ રહેશે. NCB દ્વારા 2 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી ત્યારથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ આર્યન ખાનના જામીન પર મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી મંગળવારે પૂર્ણ થઈ શકી ન હતી અને કોર્ટે બુધવારે બપોરે 2:30 વાગ્યે કાર્યવાહી હાથ  ધરવા જણાવ્યું હતું.

અગાઉ, સેશન્સ કોર્ટ અને અગાઉ પણ મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, અને તે છેલ્લા 24 દિવસથી NCB કસ્ટડીમાં હતો અને પછી આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો છે.

મંગળવારે આર્યન ખાન વતી હાજર થયેલા પૂર્વ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા અને વરિષ્ઠ વકીલ  મુકુલ રોહતગીએ જામીન મંજૂર કરવાની જોરદાર હિમાયત કરતાં કહ્યું હતું કે, “આરોપી ગ્રાહક ન હતો, આરોપી પાસેથી કોઈ માદક પદાર્થો ન હતા, તેણે ડ્રગ્સનો ઉપયોગ કર્યો ન હતો. તેનું સેવન પણ કરવામાં આવ્તેયું નથી. ધરપકડ ખોટી રીતે કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આર્યનખાનના ડ્રગ કેસ માટે શાહરૂખ ખાને દેશભરના વકીલોની ફોજ બોલાવી દીધી છે. મંગળવારે આર્યન તરફથી કોર્ટમાં પૂર્વ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલો કરી હતી. તેઓ આર્યનને જામીન અપાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. જોકે સામા પક્ષે NCBએ વિરોધ નોંધાવ્યો છે.

નોંધનીય છે કે, સેસન્સ કોર્ટમાં આર્યનની જામીન અરજી બે વાર ફગાવી  દેવામાં આવી છે. જયારે NDPS કોર્ટે બે વ્યક્તિઓને જામીન આપ્યા છે. પહેલા આરોપી અવિન સાહૂને કોર્ટે જામીન આપ્યા છે જયારે મનીષ રાજગઢિયાને પણ કોર્ટે જામીન આપ્યા છે.