Not Set/ કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રનો વિવાદિત રિપોર્ટ તૈયાર કરવા પાછળ આ પાકિસ્તાનીનો હાથ

જમ્મુ-કાશ્મીર ને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પર ઘણો વિવાદ થયો હતો. પરંતુ હાલમાં આ રિપોર્ટ ને લઈને એક મોટો ખુલાસો થયો છે. કેનેડામાં વસેલા પાકિસ્તાની ઇસ્લામીસ્ટ ઝફર બંગાશનું કહેવાનું છે કે જે વ્યક્તિએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેઓ એમના કોન્ટેક્ટમાં હતા. સ્પષ્ટ છે કે આ ખુલાસો કાશ્મીરમાં સેના વિરુદ્ધ […]

Top Stories India World
unhrc કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રનો વિવાદિત રિપોર્ટ તૈયાર કરવા પાછળ આ પાકિસ્તાનીનો હાથ

જમ્મુ-કાશ્મીર ને લઈને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પર ઘણો વિવાદ થયો હતો. પરંતુ હાલમાં આ રિપોર્ટ ને લઈને એક મોટો ખુલાસો થયો છે. કેનેડામાં વસેલા પાકિસ્તાની ઇસ્લામીસ્ટ ઝફર બંગાશનું કહેવાનું છે કે જે વ્યક્તિએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેઓ એમના કોન્ટેક્ટમાં હતા. સ્પષ્ટ છે કે આ ખુલાસો કાશ્મીરમાં સેના વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા આ રિપોર્ટમાં પાકિસ્તની એજન્ડા દર્શાવે છે.

64931351 કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રનો વિવાદિત રિપોર્ટ તૈયાર કરવા પાછળ આ પાકિસ્તાનીનો હાથ

ટોરોન્ટોમાં વસેલા ઝફર બંગાશ એક ઇસ્લામિક જર્નાલિસ્ટ છે. અને યોર્ક વિસ્તારમાં આવેલી મસ્જિદના ઇમામ છે. કાશ્મીર મુદ્દા પર એક કોન્ફરન્સ માં બોલતા એમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં માનવાધિકારોના હાઈ કમિશ્નર ઝાયદ બિન રાડ અલ હુસૈન રિપોર્ટ તૈયાર કરવા દરમિયાન એમના ટચમાં હતા.

ઝફર બંગાશે કહ્યું કે એ રિપોર્ટ તૈયાર કરવામાં કેટલાક કાશ્મીરના સાથી પણ હતા. એમણે કહ્યું કે મેં પોતે હાઈ કમિશ્નર સાથે સતત ફોન અને ઈ-મેઈલ પાર વાત કરી હતી.

VBK ZEIDRADALHUSSEIN REUTERS 1 e1531222245130 કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રનો વિવાદિત રિપોર્ટ તૈયાર કરવા પાછળ આ પાકિસ્તાનીનો હાથ

બંગાશે કહ્યું કે મારી પાકિસ્તાન વિદેશ મંત્રાલયમાં વાત થઇ હતી.જેમાં નક્કી થયું હતું કે યુએન માનવાધિકાર હાઈ કમિશ્નર અને એમના સાથી પ્રતિનિધિ પાકિસ્તાન જશે, જ્યાં પીઓકેમાં એમનું સમ્માન થશે. જે ઇવેન્ટ માં બંગાશ બોલી રહ્યા હતા એમાં પીઓકેના રાષ્ટ્રપતિ સરદાર મસૂદ ખાન પણ હાજર હતા. સરદાર મસૂદ ખાને કહ્યું કે ભારત-પાકિસ્તાને યુદ્ધથી બચવું જોઈએ. સાઉથ એશિયામાં ન્યુક્લિયર શક્તિઓ છે.

વિવાદિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરમાં રાજનીતિક સમાધાનના કોઈપણ પ્રસ્તાવમાં એ વાત શામેલ થવિ જોઈએ કે ત્યાં હિંસાનું ચક્ર બંધ થઇ જવું જોઈએ અને માનવાધિકારોના ઉલ્લંઘન માટે જવાબદારી નક્કી થવી જોઈએ.

આ રિપોર્ટમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી બુરહાન વાનીના એન્કાઉન્ટર પર પણ ચર્ચા કરવામાં આવી હતી.ભારત સરકારે કાશ્મીર પર યુએન ના રિપોર્ટને ભ્રામક, પક્ષપાત પૂર્ણ અને પ્રેરિત દર્શાવતા ફગાવી દીધો હતો.