Not Set/ MP નાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે નિધન

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું 89 વર્ષની આયુએ બુધવારે સવારે નિધન થયુ હતુ. તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. 7 ઓગષ્ટે તબિયત લથડતા તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ફેફસામાં ચેપથી પીડાઈ રહ્યા હતા. તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ […]

India
babu1 4992414 835x547 m MP નાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરનું બુધવારે સવારે નિધન

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું 89 વર્ષની આયુએ બુધવારે સવારે નિધન થયુ હતુ. તેમની લાંબા સમયથી સારવાર ચાલી રહી હતી. 7 ઓગષ્ટે તબિયત લથડતા તેમને ભોપાલની નર્મદા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ફેફસામાં ચેપથી પીડાઈ રહ્યા હતા. તેમને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપનાં વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરને શ્વાસ લેવામાં તકલીફ થતા ભોપાલની નર્મદા હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ડોકટરોએ તેમને ન્યુમોનિયા હોવાની પુષ્ટિ પણ કરી હતી.બાબુલાલ ગૌર 27 જુલાઇનાં રોજ હૃદયની સારવાર લીધા પછી ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલથી પાછા ફર્યા હતા.

ભરતી બાદથી ભાજપનાં વરિષ્ઠ નેતા બાબુલાલ ગૌરનાં સ્વાસ્થ્યમાં કોઈ સુધારો નોંધાઈ રહ્યો નહતો. ભારતીય જનતા પાર્ટીનાં ઘણા અગ્રણી તેમની આરોગ્યની સ્થિતિ જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જેમા પૂર્વ સીએમ શિવરાજ સિંહ અને નરોત્તમ મિશ્રા પણ શામિલ હતા. ભાજપનાં નેતાઓ ઉપરાંત મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી કમલનાથ પણ બાબુલાલ ગૌરની સંભાળ લેવા હોસ્પિટલમાં ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશનાં પ્રતાપનગર જિલ્લામાં 2 જૂન 1930 નાં રોજ જન્મેલા બાબુલાલ ગૌરની ગણના ભાજપનાં વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. તેઓ 23 ઓગષ્ટ 2004 થી 29 નવેમ્બર 2005 સુધી મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી પણ હતા. તેઓ શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં શહેરી વહીવટ અને વિકાસ મંત્રી હતા. ગૌર સૌ પ્રથમ 1974 માં ભોપાલ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીમાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે 1977 માં ગોવિંદપુરા વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી અને 2003 થી સતત સાત વાર વિધાનસભાની ચૂંટણી જીતતા રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.