Not Set/ ભગવાનનો અવતાર બનીને આવ્યા CRPF જવાન, ગર્ભવતી મહિલાને 6 કિ.મી ખભા પર લઇને પહોંચ્યા હોસ્પિટલ

ફરી એકવાર સીઆરપીએફ જવાનોએ માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. આ જોઇને તમારુ માથું તેમની સામે આદર સાથે નમી જશે અને છાતી ફૂલી જશે કે તમે તે દેશનાં નાગરિક છો જ્યા જવાન દેશ માટે દુશ્મનોની મોતની ભેટ આપી શકે છે અને મુસિબતમાં આવેલી દેશની પ્રજાની મદદ પણ કરી શકે છે. મામલો છત્તીસગઢનાં બીજપુરનો છે, […]

Top Stories India
CRPF Jawan ભગવાનનો અવતાર બનીને આવ્યા CRPF જવાન, ગર્ભવતી મહિલાને 6 કિ.મી ખભા પર લઇને પહોંચ્યા હોસ્પિટલ

ફરી એકવાર સીઆરપીએફ જવાનોએ માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું છે. આ જોઇને તમારુ માથું તેમની સામે આદર સાથે નમી જશે અને છાતી ફૂલી જશે કે તમે તે દેશનાં નાગરિક છો જ્યા જવાન દેશ માટે દુશ્મનોની મોતની ભેટ આપી શકે છે અને મુસિબતમાં આવેલી દેશની પ્રજાની મદદ પણ કરી શકે છે.

મામલો છત્તીસગઢનાં બીજપુરનો છે, જ્યાં અસરગ્રસ્ત નક્સલવાદી જંગલમાં સીઆરપીએફ જવાન સગર્ભા સ્ત્રીઓ માટે ભગવાન તરીકે સામે આવ્યા હતા. એક મહિલા કે જે પ્રસવ પીડાથી તડપી રહી હતી તેને દેશનાં જવાનોએ એક એક ખાટલા પર સુવાડી અનેતેને ખભા પર લઇને 6 કિલોમીટર ચાલીને હોસ્પિટલ પહોચ્યા હતા. હોસ્પિટલમાં પહોંચતા જ, મહિલાએ બાળકને જન્મ આપ્યો, બંને સ્વસ્થ છે અને આ ફક્ત આ સૈનિકોનાં કારણે જ શક્ય બન્યું છે, જો આ જવાનો સમયસર મહિલાને મદદ ન કરતા, તો સંભવતઃ હાલની સ્થિતિ ખરાબ બની શકતી હતી.

આપને જણાવી દઇએ કે, સીઆરપીએફની ટીમ બીજપુર જિલ્લાનાં પડેડા ગામનાં જંગલમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ગામનાં લોકોએ કમાન્ડર અવિનાશ રાયને બૂંદી નામની મહિલાની જાણ કરી હતી, ત્યારબાદ કમાન્ડર અવિનાશ બૂંદીનાં ઘરે પહોંચ્યા હતા, જ્યાં તેની હાલત ખૂબ જ નાજુક હતી. તે વિસ્તારની નજીકમાં ન તો કોઈ ડોક્ટર હતો કે ન કોઈ વાહન સુવિધા, તેથી કમાન્ડર અવિનાશ રાયે જાતે જ જવાનોની સાથે તેમને મદદ કરવાનો નિર્ણય કર્યો અને ખાટલા પર સુવાડીને, તેને ખભા પર લઇને 6 કિલોમીટર ચાલીને જિલ્લા હોસ્પિટલમાં પહોચ્યા, જ્યાં મહિલાએ તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.