Not Set/ કારચાલક હાઈ-વે પર દારૂની પેટી નાખી ફરાર, વાહન ચાલકોએ મચાવી દારૂની લૂંટ

વડોદરા વડોદરાના હરણી વારશિયા રિંગ રોડ પાસે ચાલુ ગાડીમાંથી દારૂની પેટી પડતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે હાઈ-વે પર નંબર વગરની આઈટવેન્ટી કારમાંથી દારૂ ભરેલી પેટી પડ્તા હાઈવે પર લોકોના ટોળા એક્ઠા થયા હતા. દારૂની પેટી પડ્યા બાદ કાર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પર દારૂની […]

Top Stories Gujarat Vadodara Trending
Daru 2 કારચાલક હાઈ-વે પર દારૂની પેટી નાખી ફરાર, વાહન ચાલકોએ મચાવી દારૂની લૂંટ

વડોદરા

વડોદરાના હરણી વારશિયા રિંગ રોડ પાસે ચાલુ ગાડીમાંથી દારૂની પેટી પડતા લોકોએ દારૂની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. મહત્વનું છે કે હાઈ-વે પર નંબર વગરની આઈટવેન્ટી કારમાંથી દારૂ ભરેલી પેટી પડ્તા હાઈવે પર લોકોના ટોળા એક્ઠા થયા હતા.

haidrabad 5 કારચાલક હાઈ-વે પર દારૂની પેટી નાખી ફરાર, વાહન ચાલકોએ મચાવી દારૂની લૂંટ

દારૂની પેટી પડ્યા બાદ કાર ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. રસ્તા પર દારૂની બોટલ પથરાતા કેટલાક શખ્સો દ્વારા દારૂના બોટલોની લૂંટ ચલાવામાં આવી હતી. દારૂની પેટી જોઈ ખબર પડે છે કે, કાર ચાલક પારલેજી બિસ્કિટના બોક્સમાં વિદેશી દારૂની બોટલ લઈ જઈ રહ્યો હતો, પરંતુ પોલીસથી પકડથી બચવા માટે બોક્સ રસ્તા પર ફેકી ફરાર થઈ ગયો.

Daru 1 કારચાલક હાઈ-વે પર દારૂની પેટી નાખી ફરાર, વાહન ચાલકોએ મચાવી દારૂની લૂંટ

બોક્સ રોડ પર નાખતા બોક્સ ખુલી ગયું અને દારૂની બોટલો રસ્તા પર વેર વીખેર થઈ ગઈ, જેમાંથી કેટલીક બોટલ રસ્તામાં જ ફૂટી ગઈ હતી. બાદમાં પોલીસે દારૂની પેટી કબ્જે કરી લીધી હતી. પરંતુ ત્યાં સુધીમાં રસ્તા પર કેટલોએ ટ્રાફિક જામ થઈ ગયો હતો.

ગાંધીના ગુજરાતમાં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી અને લૂંટ જોતા રાજ્યમાં દારૂબંધીની શી સ્થિતી છે તે સામે આવ્યું છે. રાજ્યની પોલીસ દારૂબંધી મુદ્દે કેટલી ગંભીર છે તે ઘટના આ ઘટના બાદ સાબિત થાય છે.