Not Set/ વિજકર્મીની ઓળખ આપી બાકી બિલ પેટે રૂપિયા 15 હજાર લઈ ગયા અને લાઈટ પણ કાપી નાંખી

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વીજબીલની બાકી રકમ વસુલવાના નામે બે ઈસમો રૂપિયા 15 હજાર રોકડા લઈ જઈ થાંભલેથી વીજ જોડાણ કાપી નાખતા બીલની બાકી રકમ ભરવા ચરાડવા વીજ કચેરીએ જતા છેતરાઈ ગયાના અહેસાસ થયો

Gujarat
9 26 વિજકર્મીની ઓળખ આપી બાકી બિલ પેટે રૂપિયા 15 હજાર લઈ ગયા અને લાઈટ પણ કાપી નાંખી

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વીજબીલની બાકી રકમ વસુલવાના નામે બે ઈસમો રૂપિયા 15 હજાર રોકડા લઈ જઈ થાંભલેથી વીજ જોડાણ કાપી નાખતા બીલની બાકી રકમ ભરવા ચરાડવા વીજ કચેરીએ જતા છેતરાઈ ગયાના અહેસાસ થયો. મજૂરીકામ કરતા પરિવારે આ અનોખી છેતરપિંડી મામલે હળવદ પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ કરી છે. હાલ આ પરિવાર અંધારે રહેવા મજબુર બન્યો છે.

આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ આજરોજ હળવદના રણછોડગઢ ગામે સમતાબેન દલસાણીયાના ઘેર બે વીજ કર્મચારીઓ ગયા હતા અને વીજબીલના બાકી નીકળતા 25 હજાર આપવા જણાવ્યું હતું. જો કે, ઘરે કોઈ પુરુષ હાજર ન હોય મહિલાએ પુરુષ આવ્યે બિલ ભરવા આજીજી કરતા અડધી રકમ આપો તો થાંભલેથી કનેક્શન કાપશુ નહિતર ઘરનું મીટર ઉતારી નાંખશું તેવું જણાવતા મહિલાએ અજુબાજુમાંથી ગમે તેમ કરી 15 હજાર રોકડા આપતા કહેવાતા વીજ કર્મી 15 હજાર લઈ થાંભલેથી છેડા કાપી જતા રહ્યા હતા.

વધુમાં પોતાનું નામ પરેશ હૂંબલ હોવાની જણાવી આ વિજકર્મીએ મહિલાના પરિવાર સાથે વાત કરી હોય મહિલાનો પુત્ર ઘરે આવતા જ બાકીના પૈસાની વ્યવસ્થા કરી ચરાડવા વીજ કચેરીએ પૈસા ભરવા ગયા હતા જ્યા 15 હજાર રૂપિયા વીજ કર્મી લઈ ગયા હોય બાકીના 10 હજાર જમા કરવા કહેતા જ સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો અને વીજ કચેરીમાં પૈસા જ જમા ન થયા હોય પુરા પૈસા જમા કરવા જણાવાયું હતું.

બીજી તરફ દલસાણીયા પરિવાર સાથે છેતરપિંડી થઈ હોવાનું અને વીજ કર્મીની ઓળખ આપી નાણાં લઈ જનારાઓએ મહિલા સાથે અભદ્ર વર્તન કરવા અંગે મહિલાના પુત્ર હિતેશભાઈ દલસાણીયાએ હળવદ પોલીસ મથકમાં વીજ કર્મી તરીકે ઓળખ આપનાર વ્યક્તિના મોબાઈલ નંબર સાથે અરજી રૂપે ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં આ પરિવારને અંધારે રહેવા મજબુર બનવું પડ્યું છે.