Terrorist Attack/ 26/11ની વરસી પર શ્રીનગરમાં આતંકી હુમલો, ભારતીય આર્મીના બે જવાન શહીદ

12 વર્ષ પહેલાનો આજનો દિવસ એટલે કે 26/11 કોઇ પણ ભારતીય ભૂલી શકે જ નહી. આતંકીઓ દ્વારા ભારતની આર્થિક રાજધાની અને વેપારી શહેર મુંબઇ પર કરવામાં આવેલ આતંકી હુમલામાં 150

India
698557 army970 26/11ની વરસી પર શ્રીનગરમાં આતંકી હુમલો, ભારતીય આર્મીના બે જવાન શહીદ
  • 26/11ની વરસી પર શ્રીનગરમાં આતંકી હુમલો
  • શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકી હુમલો
  • હુમલામાં ભારતીય આર્મીના બે જવાન શહીદ
  • આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓનું સર્ચ ઓપરેશન
  • પ્રભાવિત વિસ્તારમાં સેનાનું ઝીરો ઇનની કાર્યવાહી
  • પૂંછ સેક્ટરમાં પણ પાકિસ્તાનનું સીઝફાયર ઉલ્લંઘન
  • પાકિસ્તાની સેના કરી રહી છે ફાયરિંગ
  • ભારતીય દળો પણ આપી રહ્યા છે જડબાતોડ જવાબ

12 વર્ષ પહેલાનો આજનો દિવસ એટલે કે 26/11 કોઇ પણ ભારતીય ભૂલી શકે જ નહી. આતંકીઓ દ્વારા ભારતની આર્થિક રાજધાની અને વેપારી શહેર મુંબઇ પર કરવામાં આવેલ આતંકી હુમલામાં 150 લોકો મોતને ભેટ્યા હતા અને 300થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ભારત માટે આ એક આઘાત જનક દિવસ હતો, ત્યારે આ હિચકારા હુમલાનાં અંજામ આપનાર પાકિસ્તાનમાં ફાલ્યા ફૂલ્યા આતંકી સંગઠન માટે આ એક સારો દિવસ હતો. બસ ત્યારથી આતંકના આકાઓ આ દિવસે ભારતમાં ખારખરાબી કરવાની ભરપૂર કોશિશો કરતા આવ્યા છે. આજે ફરી આંતકીઓ દ્વારા આ ત્વારીખે કાશ્મીરને નિશાન બનાવવામાં આવ્યું છે.

જી હા, 26/11ની વરસી પર શ્રીનગરમાં આતંકી હુમલો થયાનું સામે આવી રહ્યું છે. કાશ્મીરનાં શ્રીનગરના HMT વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. હુમલામાં ભારતીય આર્મીના બે જવાન શહીદ થયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જો કે, આતંકી હુમલાનાં પગલે સેના દ્વારા આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓ વિરોધ સર્ચ ઓપરેશન જોરશોરમાં ચાલી રહ્યુ છે.

26/11નાં દિવસે ખાનખરીબીની મેલી મુરાદ સાથે કરવામાં આવેલા હુમલાનાં કારણે અને હુમલામાં ભારતનાં બે જવાન શહીદ થવાના કારણે પ્રભાવિત વિસ્તારમાં સેના દ્વારા ઝીરો ઇન ની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કાશ્મીરનાં પૂંછ સેક્ટરમાં પણ પાકિસ્તાનનું સીઝફાયરનું ઉલ્લંઘન કરી ફાયરિંગ શરુ કરવામા આવ્યું હતુ. જો કે, પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલ ફાયરિંગ સામે ભારતીય દળો જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…