મદદ/ અમરનાથ યાત્રામાં શ્રધ્ધાળુઓને જસદણનાં બે ડોકટરો આપી રહ્યા છે મેડીકલ સારવાર

ડોક્ટર ધવલ ગોસાઈ અમરનાથ યાત્રાના રૂટ ઉપર 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર આવેલ કાલીમાતા મેડિકલ સેન્ટર ઉપર સેવા ફરજ બજાવી રહ્યાં છે.

Gujarat Others Trending
મદદ

ગુજરાતના ડોકટરો હવે કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં યાત્રીની સેવા પણ કરશે. તારીખ 11 થી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 2 ડોક્ટરોને ચાલી રહેલ અમરનાથ યાત્રામાં સેવા માટે મોકલવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર સરકાર અને ગુજરાત સરકારના કરાર મુજબ 2 ડોકટોરને અમરનાથ યાત્રામાં યાત્રીઓની મેડીકલ સારવાર માટે સેવાની માગ કરવામાં આવી હતી જેના અનુસંધાને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ધવલ ગોસાઈ અને રાજકોટ તાલુકાના બેડલાં આરોગ્ય કેન્દ્રના રિંકલ વિરડિયાને સેવા માટે મોકલવામાં આવ્યા છે. ડોક્ટર ધવલ ગોસાઈ અમરનાથ યાત્રાના રૂટ ઉપર 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર આવેલ કાલીમાતા મેડિકલ સેન્ટર ઉપર સેવા ફરજ બજાવી રહ્યાં છે.  જે રસ્તા પરથી પસાર થતા યાત્રિકોની મેડિકલ તપાસ કરી રહ્યાં છે, ખાસ તો ઉંચાઈ ઉપર જે યાત્રિકોને હાઈ ઓલ્ટીટ્યૂડ સિન્ડ્રોમની અસર થાય તેની ઇર્મજન્સી સારવાર કરીને બરોબર થાય પછી જ આગળ મોકલી રહ્યાં છે. બંને ગત તારીખ 11 ના રોજ 12 હજાર 700 ફૂટની ઉંચાઈ ઉપર કાલીમાતા મેડિકલ સેન્ટરમાં સેવા માટે પોહોચી ગયા છે અને સેવા આપી રહ્યા છે અને તેની ફરજ નિભાવી ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે.

આ પણ વાંચો : સાબરકાંઠાના નવલપુર ગામે વીજળી પડતાં યુવાનનું મોત