Not Set/ અમદાવાદ/ EDનો સપાટો, પૂર્વ IAS સંજય ગુપ્તાની 36.12 કરોડની મિલકત જપ્ત

અમદાવાદ ED ની મોટી કાર્યવાહી પૂર્વ IAS સંજય ગુપ્તાની મિલકત જપ્ત કરી મેટ્રો રેલ કૌભાંડ મામલે નામ આવ્યું હતુ સામે 36.12 કરોડની મિલકત જપ્ત કરી હોટલ, ફેક્ટરી સહિત અન્ય મિલકતો કરી જપ્ત ઇડી દ્વારા પૂર્વ આઈ.એ.એસ. અધિકારી દ્વારા જાહેર ભંડોળમાં ગેરરીતિ કરવા મામલે, પૂર્વ અધિકારીની 36.12 કરોડની મિલકતો જપ્ત કરીને સપાટો બોલાવી દીધો છે. 200 […]

Ahmedabad Top Stories Gujarat
sanjay gupta અમદાવાદ/ EDનો સપાટો, પૂર્વ IAS સંજય ગુપ્તાની 36.12 કરોડની મિલકત જપ્ત
  • અમદાવાદ ED ની મોટી કાર્યવાહી
  • પૂર્વ IAS સંજય ગુપ્તાની મિલકત જપ્ત કરી
  • મેટ્રો રેલ કૌભાંડ મામલે નામ આવ્યું હતુ સામે
  • 36.12 કરોડની મિલકત જપ્ત કરી
  • હોટલ, ફેક્ટરી સહિત અન્ય મિલકતો કરી જપ્ત

ઇડી દ્વારા પૂર્વ આઈ.એ.એસ. અધિકારી દ્વારા જાહેર ભંડોળમાં ગેરરીતિ કરવા મામલે, પૂર્વ અધિકારીની 36.12 કરોડની મિલકતો જપ્ત કરીને સપાટો બોલાવી દીધો છે. 200 કરોડ કરતા પણ મોટા મેટ્રો કૌભાંડના મુખ્ય આરોપી અને ભૂતપૂર્વ IAS સંજય ગુપ્તાની 36 કરોડ 12 લાખની સંપત્તિ EDએ જપ્ત કરી છે. સંજય ગુપ્તા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદના એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારે તેમની નિમણૂંક કરી હતી.

12 હજાર કરોડનું ફંડ ધરાવતા મેટ્રો લિંક પ્રોજેકટ સંભાળતાની સાથે જ સંજય ગુપ્તાએ કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું શરૂ કરી દીધું હતું. કામ કર્યા વિના બોગસ કંપનીઓના નામે ખોટા બિલો મજુંર કરીને કરોડો રૂપિયા સંજય ગુપ્તા તેના મળતીયાઓ સાથે મળીને ચાંઉ કરી ગયો હતો. કૌભાંડની કોઈને ગંધ ન આવે તે માટે સંજય ગુપ્તાએ પોતાની નિશા ગ્રુપ ઓફ કંપનીઝના કર્મચારીઓને મેટ્રો લિંક પ્રોજેકટમાં નોકરીએ રાખી લીધા હતા. સંજય ગુપ્તાએ પોતાની નિશા ગ્રુપ ઓફ કંપનીઝ, જેમ કે નીસા લેઝર લિમિટેડ, નીસા ટેક્નોલોજીઓ, નીસા એગ્રિટેક એન્ડ ફૂડ્સ લિમિટેડના નેજા નીચે આ સમગ્ર કૌભાંડને આકાર આપ્યો હતો.

મેટ્રો લિંક કૌભાંડનો પર્દાફાશ થયા બાદ CID ક્રાઈમે કેસની તપાસ કરી હતી. જેમાં સંજય ગુપ્તા ઉપરાંત અનેક આરોપીઓના નામ સામે આવ્યા હતા. CID ક્રાઈમે પ્રથમ ચાર્જશીટમાં 113 કરોડના કૌભાંડનો ઉલ્લેખ કર્યો હતો. જયારે બીજી ચાર્જશીટમાં આ રકમ વધીને 210 કરોડ પર પહોંચી ગઈ હતી.

ED દ્રારા જપ્ત સંજય ગુપ્તાની મિલકતોમાં ધનંજય ટાવર્સ, સેટેલાઇટ, અમદાવાદ કેસલા ટાવર્સ, જોધપુર, અમદાવાદ, અગ્રવાલ એપાર્ટમેન્ટમાં 01 ફ્લેટ, વેજલપુર, સેટેલાઇટ, અમદાવાદ, થલતેજની કમ્બે હોટલ અને અમદાવાદમાં વિસલપુર, ચાંગોદર અને દશક્રોઇ ખાતેના પ્લોટ અને કારખાનાઓ શામેલ છે.

સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગર ઝોન દ્વારા આઇપીસી, 1980 ની કલમ 418, 467, 471, 120-બી હેઠળ નોંધાયેલી એફઆઈઆર અને તે ચાર્જશીટ્સના આધારે અને નિવારણની કલમ 13 (1) (સી), 13 (1) (ડી) (આઈ) હેઠળ ભ્રષ્ટાચાર અધિનિયમ, 1988, ઇડીએ સંજય ગુપ્તા અને અન્ય લોકો સામે એમઇજીએમાંથી જાહેર ભંડોળના ગેરરીતિ બદલ પીએમએલએ હેઠળ તપાસ શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.