Covid-19/ વિશ્વમાં કોરોનાનાં 26 કરોડથી વધુ કેસ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10 હજારથી ઓછા કેસ

દેશમાં દૈનિક કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આજે 10,000 થી ઓછા નવા કેસ સામે આવ્યા છે.

Top Stories Trending
કોરોનાનાં કેસ

વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ વધીને 26 કરોડથી વધુ થઈ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 51.8 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 7.55 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. બુધવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ 260,642,943, મૃત્યુઆંક 5,188,866 છે અને રસીકરણની કુલ સંખ્યા 7,553,163,728 છે.

આ પણ વાંચો – કોરોના વિસ્ફોટ / ન્યૂયોર્કમાં કોરોના OUT OF CONTROL ‘ગવર્નરે ‘ડિઝાસ્ટર ઈમરજન્સી’ જાહેર કરી

આજે દુનિયાભરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ભારતમાં તેનાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. અહી દૈનિક કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસનાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આજે 10,000 થી ઓછા નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8,318 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે 10,967 લોકો સ્વસ્થ થયા છે. જેના કારણે સક્રિય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે અને હવે આ આંકડો ઘટીને માત્ર 1,07,019 પર આવી ગયો છે. આટલું જ નહીં, રિકવરી રેટ પણ વધીને 98 ટકાથી વધી ગયો છે, જે ગયા વર્ષનાં માર્ચ પછીનું સૌથી ઊંચું સ્તર છે. દરમિયાન, કોરોના રસીઓમાં પણ તેજી જોવા મળી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં 1,21,06,58,262 થી વધુ કોરોના રસી આપવામાં આવી છે અને હવે આ આંકડો 120 કરોડને પાર થઇ ગયો છે. આજે PM મોદી પણ કોરોનાને લઈને મીટિંગ કરવાના છે. આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) કોરોના વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ મહિનામાં PM મોદીની આ બીજી બેઠક છે. અગાઉ 3 નવેમ્બરનાં રોજ, તેઓ એવા જિલ્લાઓનાં અધિકારીઓ અને સંબંધિત મુખ્યમંત્રીઓને મળ્યા હતા જ્યાં રસીકરણ કવરેજ ઓછું હતું.

આ પણ વાંચો – WHOએ આપી ચેતવણી / નવા વેરિઅન્ટ ઓમીક્રોન ઝડપથી ફેલાય છે,ભારત એલર્ટ,અનેક દેશોએ મુસાફરી પર લગાવ્યો પ્રતિબંધ

દેશમાં સંક્રમિતોની સંખ્યા ગયા વર્ષે 7 ઓગસ્ટે 20 લાખ, 23 ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસ 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરનાં રોજ 70 લાખ, 29 ઓક્ટોબરનાં રોજ 80 લાખ અને 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર કરી ગયા હતા. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને વટાવી ગયા, આ વર્ષે 4 મે મહિનાનાં રોજ બે કરોડને વટાવી ગયા અને 23 જૂને ત્રણ કરોડને વટાવી ગયા.