Dwarka incident/ દ્વારકામાં આસિ.ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ST મહિલા કંડકટરની કરી છેડતી

દેવભૂમિ દ્વારકામાં મહિલાના અપમાનની શરમજનક ઘટના બની. દ્વારકામાં આસિ.ટ્રાફિક ઇન્સ્પેક્ટરે જ ST મહિલા કંડકટરની છેડતી કરી.

Gujarat Top Stories Others
Beginners guide to 55 1 દ્વારકામાં આસિ.ટ્રાફિક ઇન્સ્પેક્ટરે ST મહિલા કંડકટરની કરી છેડતી

ગુજરાત : દેવભૂમિ દ્વારકામાં મહિલાના અપમાનની શરમજનક ઘટના બની. દ્વારકામાં આસિ.ટ્રાફિક ઇન્સ્પેક્ટરે જ ST મહિલા કંડકટરની છેડતી કરી. ટ્રાફિક ઇન્સ્પેક્ટરે જ મહિલાની છેડતી કરતા વિભાગમાં મોટો ઉહાપોહ જોવા મળ્યો. આ મામલે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો.

આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ દ્વારકામાં ST માં કામ કરનાર મહિલા કંડકટરનું અપમાન થયું છે. મહિલા કે જે આજે પુરુષ સમોવડી ગણવામાં આવે છે. અને નાના-મોટા તમામ કાર્યો મહિલીઓની હાજરી જોવા મળે છે. કંડકટરનું કામ સામાન્ય રીતે પહેલા પુરુષો જ કરતા હોવાનું જોવા મળ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં મહિલા અને પુરુષોની કામગીરીના તફાવતમાં ઘટાડો થયો છે. આજે મહિલાઓ બસ, ટ્રક, ટ્રેન અને પ્લેન ચલાવે છે. સાથે પુરુષોના કહેવાતા એવા કામ કંડકટરમાં પણ મહિલાઓ જોવા મળે છે. દ્વારકામાં એક મહિલા ST વિભાગમાં કંકડકટરનું કામ કરે છે. પોતાની ફરજ દરમ્યાન કંડકટર મહિલાની આસિ.ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા જ છેડતી કરવામાં આવી. ટ્રાફિક ઇન્સ્પેક્ટરે મહિલા કંડકટરનો જબરજસ્તી હાથ પકડવા પ્રયાસ કર્યો હતો. મહિલા કંડકટર આના-કાની કરી. જેના બાદ આસિ.ટ્રાફિક ઇન્સ્પેક્ટર વિરુદ્ધ મહિલા કંડકટરે છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Punjab Crime News/લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની પરિવારજનોએ જ કરી હત્યા, પોલીસ કરી રહી છે ગુનેગારોની શોધખોળ

આ પણ વાંચોઃ Breaking News/પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, સીટ શેરિંગ મામલે ભાજપ અને ભત્રીજા ચિરાગ સાથે બગડયા સંબંધો

આ પણ વાંચોઃ Breaking News/મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી