Not Set/ બિહારમાં ઝેરી દારુ પીવાથી ૫ લોકોના મોત, ૪ ગંભીર

બિહારમાં ૨૦૧૬માં મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ આ દારૂબંધીની ઝુંબેશને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. બિહારના રોહતાસના દનવારમાં ઝેરી દારૂ પીવાથી ૫ લોકોના મૃત્યુ થયા છે જયારે ૪ લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બનાવને કારણે બિહારના રોહાતાસના વિસ્તારોમાં પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનાની […]

Top Stories
બિહારમાં ૨૦૧૬માં મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી છે

બિહારમાં ૨૦૧૬માં મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા દારૂબંધી લાગુ કરવામાં આવી છે, પરંતુ આ દારૂબંધીની ઝુંબેશને પડકારતી વધુ એક ઘટના સામે આવી છે. બિહારના રોહતાસના દનવારમાં ઝેરી દારૂ પીવાથી ૫ લોકોના મૃત્યુ થયા છે જયારે ૪ લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

બનાવને કારણે બિહારના રોહાતાસના વિસ્તારોમાં પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. આ ઘટનાની પૃષ્ટિ ડીઆઈજી શાહાબાદ રહેમાને કરી હતી. આ બનાવની જાણ થતા જ ડીઆઈજી, ડીએમ, એસપી ઘટના સ્થળે પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયેલા બનાવામાં પ્રશાસન દ્વારા સખ્ત કાર્યવાહી ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસએચઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ સાથે સાથે એકસાઈઝ અધિકારીઓ પર પણ કાર્યવાહી થઇ શકે છે.

મહત્વનું છે કે, ગત વર્ષે બિહારના ગોપાલગંજમાં ઝેરી દારુ પીવાથી ૧૬ લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં ૨૫ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.