Not Set/ પંચકૂલા હિંસા મામલે નવો ખુલાસો- ડેરાના સમર્થકોને હનીપ્રીતે ભડકાવ્યા હતા

પોલીસના ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પંચકૂલાનું સત્ય સામે આવ્યું છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે, કાવતરા અંતર્ગત પહેલાં રામ રહીમને નિર્દોષ છોડ્યા હોવાની વાત ફેલાવવામાં આવી. પરંતુ જ્યારે સજા મળી હોવાનું સત્ય જાહેર થતા જ સમર્થકો ભડકી ગયા હતા. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ડેરાના સમર્થકોને હનીપ્રીતે ભડકાવ્યા હતા.પોલીસ રિપોર્ટ પ્રમાણે 17 ઓગસ્ટની રાતે સિરસા ડેરામાં મીટિંગ […]

Top Stories
હનીપ્રીત

પોલીસના ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં પંચકૂલાનું સત્ય સામે આવ્યું છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે, કાવતરા અંતર્ગત પહેલાં રામ રહીમને નિર્દોષ છોડ્યા હોવાની વાત ફેલાવવામાં આવી. પરંતુ જ્યારે સજા મળી હોવાનું સત્ય જાહેર થતા જ સમર્થકો ભડકી ગયા હતા. આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ડેરાના સમર્થકોને હનીપ્રીતે ભડકાવ્યા હતા.પોલીસ રિપોર્ટ પ્રમાણે 17 ઓગસ્ટની રાતે સિરસા ડેરામાં મીટિંગ થઈ હતી. આ મીટિંગમાં 35 સભ્યો હાજર હતા. તે દરેક સભ્યો 45 કમિટી સભ્યોની મીટિંગ હતી. મીટિંગ આદિત્ય ઈંસા અને હનીપ્રીત દ્વારા કરવામાં આવી હતી. 17 ઓગસ્ટ રાતે તે દરેકનું મોબાઈલ લોકેશન ત્યાંનું મળ્યું છે. આ મીટિંગ બોલાવવાનો હેતુ એ હતો કે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ રામ રહીમનો કોર્ટનો નિર્ણય આવી જાય પછી શું કરવું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જો કોર્ટ સાધ્વી રેપ કેસમાં રામ રહીમને દોષિત જાહેર કરે તો હિંસા ફેલાવી દેવી અને જો કોર્ટ ગુરમીતને નિર્દોષ જાહેર કરે તો ઉજવણી કરીને સરઘસ કાઢીને સિરસા પરત આવવું. આ બેઠક ખાસ કરીને આ જ મુદ્દાઓને લઈને આયોજિત કરવામાં આવી હતી.