Hariyana/ શંભૂ બોર્ડર પર બેરીકેડ તોડીને રેલવે ટ્રેક પર બેઠા ખેડૂતો

પોલીસ સાથે કરી ધક્કામુક્કી, કેટલીય ટ્રેનો રદ્ કરાઈ

Top Stories India
Beginners guide to 2024 04 17T190937.790 શંભૂ બોર્ડર પર બેરીકેડ તોડીને રેલવે ટ્રેક પર બેઠા ખેડૂતો

Hariyana News : યુવા ખેડૂત નેતા નવદીપ સિંહ જલબેડા સહિત 3 ખેડૂતોના જેલમાંથી છુટકારાની માંગણી સાથે પંજાબ હરિયાણા બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ શંભૂ રેલવે સ્ટેશન પર રેલવે ટ્રેક જામ કરી દીધો હતો. પોલીસે તેમને રોકવાની કોસિ, કરી તો પોલીસ –ખેડૂતો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ખેડૂતોએ બેરીકેડ તોડી નાંખ્યા હતા અને ટ્રેક પર બેસી ગયા હતા. તેમણે અંબાલા-લુધિયાણા રેલવે માર્ગ બંધ કરી દીધો હતો. જેને કારણે બાલા કેંટથી નીકળનારી 36 ટ્રેનો પ્રભાવિત થઈ હતી અને 11 ટ્રેનો રદ્દ કરવી પડી હતી. જેને કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમના સાથીઓને જેલમાંથી છોડાશે નહી ત્યાં સુધી શંબૂ બોર્ડર પર બેસી રહેશે. જો છુટકારો નહી થાય તો અન્ય ટેકાણે પણ ટ્રેનો અટકાવીશું. વધુમાં તેમણે કહ્યું હતું કે અઠવાડિયા પહેલા પંજાબ અને હરિયાણા પોલીસ સાતે તેમની વાતચીત થઈ હતી. અમને આશ્વાસન અપાયું હતું કે ધરપકડ કરાયેલા ખેડૂતોને ચોડી મુકાશે. જોકે હજી સુધી તેવું થયું નથી.

સંભૂ ટ્રેક બંધ કરાતા પતિયાલા પોલીસના સિનીયર અધિકારી ખેડૂતો સાથે વાત કરવા પહોંચ્યા હતા પરંતું કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે જમાવ્યું હતું કે પતિયાલા પોલીસ પ્રશાસને સમય માંગ્યો છે. ખેડીત નેતાઓ તેમના ત્રણ સાથીઓને છોડાવવાની માંગ કરી રહ્યા છે.  પતિયાલા પોલીસે અમે પ્રશાસન સાથે વાત કરીશું ત્યાં સુધી તમે ટ્રેક ખાલી કરી નાંખો, એમ કહ્યું હતું. પરંતુ ખેડૂત નેતાઓએ કહ્યું કે તેઓ ટ્રેક ત્યારે જ ખાલી કરશે જ્યારે અમારા નૌજવાનને છેડવામાં આવશે.

મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સંયુક્ત કિશાન મોર્ચા અને કિશાન મજદૂર મોર્ચા તરફથી ચેતવણી અપાઈ હતી કે જો નવદીપ સિંહ, અનીશ ખટકડ, ગુરકીરત સિંહને મંગળવારે મોડી રાત સુધીમાં ચોડવામાં નહી આવે તો બુધવારે શંબૂ બોર્ડર પર રેલવે ટ્રેક જામ કરી દેવાશે. ખટકડ 28 દિવસથી ભૂખ હડતાળ પર છે અને તેમની હાલત ગંભીર છે. તેમના સ્વાસ્થયને જો નિકશાન થશે તો તેની જવાબદારી હરિયાણા સરકારની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જો તમારી ફ્લાઇટમાં વિલંબ થાય છે તો ચિંતા કરશો નહીં, તમને ફ્રી લાઉન્જ અને અન્ય સુવિધાઓ મળશે

આ પણ વાંચો:X યુઝર્સને લાઈક અને કોમેન્ટ માટે આપવા પડશે પૈસા? એલોન મસ્કે જણાવ્યું આ કારણ

આ પણ વાંચો:ભારત મુલાકાત પહેલા જ એલોન મસ્કની દિગ્ગજ કંપની TaTa સાથે થયો મોટો કરાર