Not Set/ ઇરાને લોન્ચ કરી અમેરિકા અને ઇઝરાયલ સુધી હુમલો કરી શકે તેવી મિસાઇલ,જાણો

ઈરાને બુધવારે એક નવી મિસાઈલ ‘ખૈબર-બસ્ટર’ લોન્ચ કરી જે તેના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ તેમજ આ ક્ષેત્રમાં યુએસના ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે

Top Stories World
121 ઇરાને લોન્ચ કરી અમેરિકા અને ઇઝરાયલ સુધી હુમલો કરી શકે તેવી મિસાઇલ,જાણો

ઈરાને બુધવારે એક નવી મિસાઈલ ‘ખૈબર-બસ્ટર’ લોન્ચ કરી જે તેના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ તેમજ આ ક્ષેત્રમાં યુએસના ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે. સરકારી ટીવી અનુસાર, ઘન-ઇંધણ મિસાઇલની રેન્જ 1,450 કિલોમીટર (900 માઇલ) હોઈ શકે છે.આ મિસાઈલ એવા સમયે લોન્ચ કરવામાં આવી છે જ્યારે તૂટેલા પરમાણુ કરારને પુનઃજીવિત કરવા માટે વિશ્વ શક્તિઓ વિયેનામાં ઈરાન સાથે બેઠક કરી રહી છે. ઈરાને કહ્યું કે તેનો મિસાઈલ કાર્યક્રમ માત્ર સુરક્ષા હેતુઓ માટે છે. ઉલ્લેખનીય છે કે  કે ઈરાન પાસે 2,000 કિમી (1,250 માઈલ)ની રેન્જવાળી સ્ટ્રાઈક મિસાઈલ પણ છે.