Accident/ સબરીમાલામાં દર્શન કરી આવતા આઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે.

Top Stories India
Sabarimala accident car સબરીમાલામાં દર્શન કરી આવતા આઠ શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત

તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.

સબરીમાલા મંદિરથી ભક્તો પરત ફરી રહ્યા હતા
કલેક્ટરે જણાવ્યું કે દુર્ઘટના કુમુલી ટેકરી પર થઈ હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

મૃતકોમાં એક સગીર છોકરો પણ સામેલ છે. પહાડી રોડના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર પણ સામેલ છે. તમામ લોકો જિલ્લાના આંદીપટ્ટીના રહેવાસી હતા.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં સબરીમાલા બહુ જાણીતુ મંદિર છે, દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આ મંદિર પણ પાછુ વર્ષના અમુક સમય માટે જ ખુલે છે. જો કે આ મંદિર પહેલા પણ જુદા-જુદા કારણસર વિવાદમાં આવી ચૂક્યુ છે. આ પહેલા મહિલાઓ પર પ્રતિબંધને લઈને પણ આ મંદિરમાં વિવાદ સર્જાયો હતો. તેને લઈને સમગ્ર કેસ સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો.

ભગવાન અયપ્પાના ભક્તો માટે આ મંદિર વિશેષ છે. અહીંની ઠંકા એન્કી પૂજા અત્યંત પવિત્ર મનાય છે. આ પૂજા આજે પણ ત્રાવણકોરના મહારાજાના કુટુંબ દ્વારા કરવામાં આવે છે. આ પૂજામાં સમગ્ર મંદિરનું સંકુલ શણગારવામાં આવે છે. લોકો સ્વામિ શરણમ અયપ્પાનો નાદ કરે છે. સમગ્ર સંકુલ આ નાદથી ગૂંજી ઉઠે છે.

આ પણ વાંચોઃ

Indian Driver/ દુબઈ સ્થિત ભારતીય ડ્રાઈવરે જેકપોટ મેળવ્યો, લોટરીમાં ₹33 કરોડ જીત્યા

China Corona/ ચીનમાં કોરોનાથી હાહાકારઃ એક જ દિવસમાં 3.70 કરોડ કેસ