Russia-Ukraine war/ નવીનની મોત બાદ ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ માંગી મદદ,બંકરમાં છુપાયા

નવીન કર્ણાટકનો રહેવાસી હતો. નવીનના મોત બાદ હવે ખાર્કિવમાં ફસાયેલા અન્ય એક ભારતીય વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને મદદ માંગી છે

Top Stories India
17 નવીનની મોત બાદ ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ માંગી મદદ,બંકરમાં છુપાયા

યુક્રેનના ખાર્કિવમાં રશિયન હુમલામાં ભારતીય વિદ્યાર્થી નવીનનું મોત થયું હતું. નવીન કર્ણાટકનો રહેવાસી હતો. નવીનના મોત બાદ હવે ખાર્કિવમાં ફસાયેલા અન્ય એક ભારતીય વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને મદદ માંગી છે. વિદ્યાર્થીએ કહ્યું કે ખાર્કિવમાં બોમ્બ પડી રહ્યા છે, સતત ગોળીબાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોને બંકરોમાં રહેવું પડે છે.

વિદ્યાર્થીએ વીડિયો જાહેર કર્યો અને જણાવ્યું કે તેનું નામ આશુતોષ છે. તે ચેન્નાઈ, તમિલનાડુનો વતની છે. હાલમાં ખાર્કિવમાં દવાનો અભ્યાસ કરે છે. આશુતોષે કહ્યું કે ખાર્કિવમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે અને ફાયરિંગ થઈ રહ્યું છે.

આશુતોષે કહ્યું, દુર્ભાગ્યપૂર્ણ છે કે આજે એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું. જ્યારે તે ખોરાક લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે કહ્યું, અમે બંકર અને બેઝમેન્ટમાં રહીએ છીએ. અહીં વીજળી નથી, તેથી અમે અમારા પરિવારના સભ્યોનો સંપર્ક કરી શકતા નથી અમારી મદદ કરો. અમારે તમારી મદદ ની જરૂર છે. આ માહિતી બને તેટલા લોકો સુધી પહોંચાડો.અમે બધા ડરી ગયા છીએ. અમને અહીંથી બહાર નીકળવામાં મદદ કરો.

ભારતીય વિદ્યાર્થીના મોત પર કેન્દ્ર સરકારે કહ્યું કે ખાર્કિવમાં બગડતી સ્થિતિ ચિંતાનો વિષય છે. ખાર્કિવમાં ભારતીય નાગરિકોની સુરક્ષા એ ભારત સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે રશિયન અને યુક્રેનિયન દૂતાવાસો સમક્ષ ખાર્કિવ અને અન્ય સંઘર્ષવાળા વિસ્તારોના વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને સલામત માર્ગ પ્રદાન કરવાનો મુદ્દો પહેલેથી જ ઉઠાવ્યો છે.

સરકારે કહ્યું કે, આ મડાગાંઠની શરૂઆત એટલે કે 24 ફેબ્રુઆરીથી યુક્રેન અને રશિયાની સામે આ માંગ સતત કરવામાં આવી રહી છે. તે આવશ્યક છે કે રશિયા અને યુક્રેન સલામત માર્ગની અમારી જરૂરિયાતને તાત્કાલિક પ્રતિસાદ આપે. સરકારે કહ્યું, જ્યાં કોઈ સંઘર્ષ નથી, ત્યાં સરળતાથી સ્થળાંતર થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 9000 લોકો યુક્રેનમાંથી બહાર આવ્યા છે. સલામત સ્થળોએ બહુ ઓછા ભારતીયો છે. અમે યુક્રેનમાં ફસાયેલા અમારા નાગરિકોને પરત લાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.