IPL 2021/ જાડેજાની તોફાની બેટિંગની મદદથી ધોની બ્રિગેડે વિરાટ સેનાને આપ્યો 192 રનનો વિશાળ લક્ષ્ય

આઈપીએલ 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સીઝનની 19 મી મેચમાં સામ-સામે રમી રહ્યા છે. મેચ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. એક તરફ જ્યાં વિરાટ કોહલી છે….

Top Stories Sports
cartoon 26 જાડેજાની તોફાની બેટિંગની મદદથી ધોની બ્રિગેડે વિરાટ સેનાને આપ્યો 192 રનનો વિશાળ લક્ષ્ય

આઈપીએલ 2021 માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સીઝનની 19 મી મેચમાં સામ-સામે રમી રહ્યા છે. મેચ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. એક તરફ જ્યાં વિરાટ કોહલી છે ત્યાં બીજી તરફ દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની છે. વળી આરસીબી સીઝનમાં તેની એક પણ મેચ હારી નથી, તો બીજી તરફ સીએસકે સતત ત્રણ મેચ જીતીને આરસીબી સમક્ષ આવી છે. હવે વિરાટનું લક્ષ્ય સીઝનમાં તેની સતત 5 મી જીત રેકોર્ડ કરવાનું છે, જ્યારે ધોનીની ટીમ સીએસકે તેની સતત ચોથી જીત નોંધાવવાનાં લક્ષ્ય સાથે ઉતરી છે. આપને જણાવી દઇએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સે પહેલા ટોસ જીતી બેટિંગનો નિર્ણય કર્યો હતો, જે બાદ તેણે નિર્ધારિત 20 ઓવરમાં RCB ને 192 નો લક્ષ્ય આપ્યો છે.

આપને જણાવી દઇએ કે, ચેન્નાઇ સુપર કિગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 192 રનનો લક્ષ્યાંક આપ્યો છે. સીએસકે તરફથી રવિન્દ્ર જાડેજાએ તોફાની ઇનિંગ રમતા અણનમ 62 રન બનાવ્યા હતા. ખાસ કરીને અંતિમ ઓવર્સમાં જાડેજાએ તોફાની બેટિંગ કરતા ટીમનાં સ્કોરને 191 સુધી પહોંચાડ્યુ હતુ. તેણે અંતિમ ઓવરમાં 37 રન ફટકારી વિરાટ કોહલીને પણ પરસેવો લાવી દીધો હતો. અંતિમ ઓવરમાં જાણે જાડેજાએ વિચાર્યુ હોય કે એક પણ બોલ મેદાનમાં નહી પણ મેદાનની બહાર જ જવો જોઇએ, તેમ તેણે બેક ટૂ બેક સિક્સર ફટકારી આરસીબીનાં ફેન્સને દુઃખી જ્યારે સીએસકેનાં ફેન્સને નાચવાની તક આપી હતી.

બીજી તરફ અંતિમ ઓવરમાં ઝડપથી રન બનાવવાનાં પ્રયત્નમાં અંબાતી રાયડુએ તેની વિકેટ ગુમાવી હતી. 18 મી ઓવરનાં ત્રીજા બોલ પર તે હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. તેણે 7 બોલમાં 14 રન બનાવ્યા હતા. વળી રૈના 24 રન બનાવીને આઉટ થયો હતો. રૈનાએ 18 બોલમાં 3 છક્કા અને એક ચોક્કાની મદદથી 24 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. પટેલે આગલી બોલ પર ફાફ ડુ પ્લેસિસને પણ પેવેલિયન પરત કર્યો હતો. ફાફ ડુ પ્લેસીસ 50 રનમાં આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિગ્સમાં 5 ચોક્કા અને એક છક્કો ફટકાર્યો હતો. સારી શરૂઆત બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને 10 મી ઓવરનાં પહેલા બોલ પર પહેલો ઝટકો લાગ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ 25 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યુઝવેન્દ્ર ચહલે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો.

આરસીબી તરફથી હર્ષલ પટેલે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. આઈપીએલનાં ઇતિહાસની વાત કરીએ તો, મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) નું પલડુ કોહલીની સેના સામે ભારે રહ્યુ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઇ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચ જીતી છે. વળી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ 9 મેચ જીતી છે. આ કિસ્સામાં આ આંકડા ચેન્નાઈની તરફેણમાં છે. પરંતુ કોહલીની આરસીબી આ સીઝનમાં ખતરનાક રીતે રમી રહી છે. તેમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ, ત્રણેય ખૂબ જ મજબુત લાગી રહ્યા છે.

cartoon 21 જાડેજાની તોફાની બેટિંગની મદદથી ધોની બ્રિગેડે વિરાટ સેનાને આપ્યો 192 રનનો વિશાળ લક્ષ્ય

આપને જણાવી દઇએ કે, કોહલી અને દેવદત્ત પડ્ડિકલે ગઈ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બેટિંગ કરી હતી. આ બંને સ્ટાર ખેલાડીઓએ રાજસ્થાનનાં બોલરો પર પૂરી રીતે હાવી દેખાઇ રહ્યા હતા. આજે પણ આ બંનેની જવાબદારી રહેશે કે તેઓ આરસીબીને જોરદાર શરૂઆત આપે. આ બંને ખેલાડીઓ સિવાય એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ પણ ખૂબ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. જો કે, શરૂઆતની ઓવરમાં વિકેટ મેળવવામાં નિષ્ણાત એવા દિપક ચહરનો સામનો કરવો બેંગલુરુ ખેલાડીઓ માટે સરળ રહેશે નહીં. મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલની હાજરી આરસીબીનાં બોલિંગ કેમ્પને ખૂબ મજબૂત બનાવે છે. તેમના સિવાય વોશિંગ્ટન સુંદર, કાયલ જેમ્સન, કેન રિચાર્ડસન અને યુઝવેન્દ્ર ચહલ બેંગ્લોરની બોલિંગમાં કોઈપણ બેટિંગ હુમલાને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

cartoon 25 જાડેજાની તોફાની બેટિંગની મદદથી ધોની બ્રિગેડે વિરાટ સેનાને આપ્યો 192 રનનો વિશાળ લક્ષ્ય

વળી ચેન્નાઈ સુપર કિંગ્સની જો વાત કરીએ તો તેના ઓપનર રિતુરાજ ગાયકવાડે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી. ફાફ ડુ પ્લેસિસ સાથે મળીને તેણે વિજયનો પાયો નાખ્યો હતો, જેના આધારે ટીમે જીત મેળવી હતી. આ બે ખેલાડીઓ ઉપરાંત, મોઇન અલિ અને મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈના પર પણ જલ્દી રન બનાવવાની જવાબદારી રહેશે. કેપ્ટન ધોનીએ છેલ્લી મેચમાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા. બોલિંગમાં દીપક ચહર પાવરપ્લેમાં આઈપીએલ સીઝન 14 નો સૌથી ખતરનાક બોલર સાબિત થયો છે. તે બેંગ્લોર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને મોઇન અલી શાનદાર બોલિંગ કરી રહ્યા છે. શાર્દુલ ઠાકુર પર આજે વધુ સારી બોલિંગ કરવા માટે દબાણ રહેશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:

વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ સિમ્સ, કાયલ જેમ્સન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ

ચેન્નાઈ સુપર કિંગ્સ:

એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ફાફ ડુપ્લેસી, રિતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સૈમ કરણ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, ઇમરાન તાહિર

Untitled 42 જાડેજાની તોફાની બેટિંગની મદદથી ધોની બ્રિગેડે વિરાટ સેનાને આપ્યો 192 રનનો વિશાળ લક્ષ્ય