Not Set/ પેટીએમ મની લોન્ચ : 100 રૂપિયાથી કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

મોબાઈલ વોલેટથી કારોબાર શરુ કરવાવાળા પેટીએમ પ્લેટફોર્મ પરથી હવે આપ રોકાણ પણ કરી શકશો. આ માટે પેટીએમની પેરેન્ટ કંપની વન97 એ મંગળવારે પેટીએમ મની એપ લોન્ચ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ એપ દ્વારા ફક્ત 100 રૂપિયાના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી રોકાણની શરૂઆત કરી શકાશે. પેટીએમ આવતા પાંચ વર્ષ દરમિયાન 2.5 કરોડ લોકોને એમના પ્લેટફોર્મ સાથે […]

Top Stories Tech & Auto
1 9NBb4FTyHjGk96k bchyWg પેટીએમ મની લોન્ચ : 100 રૂપિયાથી કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

મોબાઈલ વોલેટથી કારોબાર શરુ કરવાવાળા પેટીએમ પ્લેટફોર્મ પરથી હવે આપ રોકાણ પણ કરી શકશો. આ માટે પેટીએમની પેરેન્ટ કંપની વન97 એ મંગળવારે પેટીએમ મની એપ લોન્ચ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ આ એપ દ્વારા ફક્ત 100 રૂપિયાના સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનથી રોકાણની શરૂઆત કરી શકાશે.

પેટીએમ આવતા પાંચ વર્ષ દરમિયાન 2.5 કરોડ લોકોને એમના પ્લેટફોર્મ સાથે જોડવાનું લક્ષ્ય રાખે છે. પેટીએમએ એમના અધિકારીક બ્લોગ પર આના વિષે જાણકારી આપી છે.

paytm e1536070261278 પેટીએમ મની લોન્ચ : 100 રૂપિયાથી કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

બ્લોગમાં જણાવ્યા અનુસાર વન97 ની આ ચોથી બ્રાન્ડ છે. જે ગ્રાહકો માટે લાવવામાં આવી છે. પેટીએમ મની સ્વતંત્ર રીતે કામ કરશે તેમજ બેંગ્લોરથી ઓપરેટ થશે. પેટીએમ મની રોકાણ, વેલ્થ મેનેજમેન્ટ ઉત્પાદન અને સેવાઓ આપવા પર ફોકસ કરશે.

પેટીએમનું માનવામાં આવે તો આ એપનો ઉપયોગ કરવા માટે અત્યાર સુધીમાં 8.5 લાખ લોકોએ અર્લી એક્સેસ માટે રજીસ્ટર કર્યું છે. આ એપ પર એમને 96 ટકા ટ્રાફિક મળી રહ્યો છે. દરોજ આ પ્લેટફોર્મ પર 10 હજાર યુઝર્સ વધી રહ્યા છે.

કંપનીએ જણાવ્યું કે પેટીએમ મની શરૂઆતમાં 2500થી વધારે લોકોને એક્સેસ આપશે. ત્યારબાદ વધારીને રોજના 10 હજાર યુઝર કરવામાં આવશે. ઍક્સેસને લઈને જાણકારી યુઝર્સને એમના મોબાઈલ તેમજ ઈ-મેઈલ પર આપવામાં આવશે. આ એપ દ્વારા ડિજિટલ કેવાયસી પણ કરી શકાશે.

Paytm Money k5g 621x414@LiveMint e1536070299654 પેટીએમ મની લોન્ચ : 100 રૂપિયાથી કરો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે પેટીએમ મનીએ 25 એએમસી અથવા એસેટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે. પેટીએમના જણાવ્યા મુજબ આ પ્લેટફોર્મ પર કેટલીક સ્કીમ માટે ફક્ત 100 રૂપિયાના એસઆઈપી સાથે રોકાણ કરવાની શરૂઆત કરી શકાશે.

ફક્ત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ જ નહિ, પરંતુ રોકાણ માટેની સલાહ પણ પેટીએમ આપશે. આ કામ માટે તેઓ કોઈ પણ ચાર્જ વસૂલશે નહિ. પેટીએમ મની યુઝર્સ માટે આ સેવા બિલકુલ મફત રહેશે.