Not Set/ સ્પોર્ટ્સ/ રવિ શાસ્ત્રીએ ધોનીનાં નિવૃત્તિને લઇને કહી આ મોટી વાત, શું હવે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહી રહે માહી?

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 બાદથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા મહેન્દ્રસિંહ ધોની ક્યારે નિવૃત્તિ લેશે તેને લઇને ચર્ચાઓ તેજ બની ગઇ છે. તાજતેરમાં બાંગ્લાદેશ ટૂર માટે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમા પણ ધોનીનું નામ નથી, જે બાદથી હવે ધોનીનાં નિવૃત્તિ પર સવાલો વધુને વધુ થઇ રહ્યા છે. હવે આ મુદ્દે ટીમ ઈન્ડિયાનાં મુખ્ય […]

Top Stories Sports
Ravi Shastri સ્પોર્ટ્સ/ રવિ શાસ્ત્રીએ ધોનીનાં નિવૃત્તિને લઇને કહી આ મોટી વાત, શું હવે ટીમ ઈન્ડિયાનો હિસ્સો નહી રહે માહી?

ક્રિકેટ વર્લ્ડ કપ 2019 બાદથી ટીમ ઈન્ડિયાથી દૂર રહેલા મહેન્દ્રસિંહ ધોની ક્યારે નિવૃત્તિ લેશે તેને લઇને ચર્ચાઓ તેજ બની ગઇ છે. તાજતેરમાં બાંગ્લાદેશ ટૂર માટે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જેમા પણ ધોનીનું નામ નથી, જે બાદથી હવે ધોનીનાં નિવૃત્તિ પર સવાલો વધુને વધુ થઇ રહ્યા છે. હવે આ મુદ્દે ટીમ ઈન્ડિયાનાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટુ નિવેદન આપ્યું છે. શાસ્ત્રીનાં કહેવા પ્રમાણે, 15 વર્ષથી દેશ માટે ક્રિકેટ રમનાર ધોની જાણે છે કે તેણે ક્રિકેટને ક્યારે અલવિદા કહેવાનુ છે. શાસ્ત્રીએ કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે જે કર્યું છે તેનાથી તેણે પોતાની અનુસાર નિવૃત્તિ પર નિર્ણય લેવાનો અધિકાર મેળવ્યો છે.

ધોની અંગે શાસ્ત્રીનું નિવેદન પસંદગીકારોથી સંપૂર્ણપણે ભિન્ન છે. આ પહેલા બીસીસીઆઈનાં મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે, હવે અમે ધોનીથી આગળ વધી ગયા છે. વર્લ્ડ કપ પછીથી અમે સ્પષ્ટ છીએ. અમે રિષભ પંતને ટેકો આપવાનું શરૂ કર્યું અને તેને સારું પ્રદર્શન કરતા અમે જોયો છે. તેણે સારું પ્રદર્શન કર્યું ન હોય, તો પણ અમે સ્પષ્ટ કર્યું છે કે અમે ફક્ત તેના પર ધ્યાન આપીશું.

પસંદગીકારોથી અલગ મત ધરાવતા ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે ધોની જાણે છે કે તેને ક્યારે ગ્લોવ્ઝ ઉતારવાનાં છે. શાસ્ત્રીએ કહ્યું કે, ‘જે ખેલાડી 15 વર્ષથી ભારત માટે રમે છે, શું તે જાણતો નહી હોય કે ક્યારે શું કરવું યોગ્ય રહેશે? જ્યારે તે ટેસ્ટમાંથી નિવૃત્ત થયો ત્યારે તેણે શું કહ્યું હતુ? રિદ્ધિમાન સાહાને ‘કીપિંગ ગ્લવ્સ’ સોંપવાનો તે યોગ્ય સમય હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.