Examination Bill 2024/ લોકસભામાંથી પાસ થયું પેપર લીક વિરૂદ્ધ બિલ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ જેવી ઘણી કડક જોગવાઈઓ

સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પેપર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 50 લોકસભામાંથી પાસ થયું પેપર લીક વિરૂદ્ધ બિલ, 10 વર્ષની જેલ અને 1 કરોડ દંડ જેવી ઘણી કડક જોગવાઈઓ

સરકારે પેપર લીક વિરુદ્ધ બિલ લોકસભામાં પાસ કરી દીધું છે. સરકારે સોમવારે ગૃહમાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલ એક નવું બિલ છે જે પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવાના દોષિતોને સજા કરવા માટે લાવવામાં આવ્યું છે. જેમાં શાળાની પરીક્ષાઓ, કોલેજની પરીક્ષાઓ અને સરકારી નોકરી માટેની પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ બિલમાં સરકારે ગુનેગારો સામે ખૂબ જ કડક જોગવાઈઓ લાગુ કરી છે. જો દોષી સાબિત થાય તો 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

સરકારે 6 ફેબ્રુઆરીએ લોકસભામાં પેપર લીક સામે નવું બિલ પસાર કર્યું છે. હવે તેને ઉપલા ગૃહમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ રાષ્ટ્રપતિની ઔપચારિક મંજૂરી બાદ તે કાયદો બની જશે. પેપર લીક સામેનું આ બિલ એવા વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ છે કે જેઓ આખું વર્ષ મહેનત કરીને પરીક્ષામાં પાસ થયા પછી પોતાના પગ પર ઊભા થઈ જશે એવી આશા સાથે પેપર આપે છે. જો કે, ઘણી વખત પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓની આશા ઠગારી નીવડી છે.

બિલમાં ઘણી કડક જોગવાઈઓ છે

આ વિધેયક હેઠળ, પરીક્ષાના પેપર લીક કરતા કે ઉત્તરવહીઓ સાથે ચેડા કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા અને જો દોષિત ઠરશે તો 1 કરોડ રૂપિયાનો દંડ થશે. ઉલ્લેખનીય છે કે આ બિલ હેઠળ તમામ ગુનાઓ બિનજામીનપાત્ર હશે.

ઉપરાંત, પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાનો અને વોરંટ વિના શકમંદોની ધરપકડ કરવાનો અધિકાર હશે. કથિત ગુનાઓ સમાધાન દ્વારા ઉકેલી શકાતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગજબ/50 વર્ષના આ વ્યક્તિએ ઘડ્યું જબરદસ્ત કાવતરું, પત્નીને છોડી નાબાલિગ સાથે કરવા હતા લગ્ન, કર્યું એવું કે…..

આ પણ વાંચો:Hemant Soren/હેમંત સોરેને ધરપકડને પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડીને વિધાનસભામાં કર્યો કટાક્ષ, કહ્યું કે…

આ પણ વાંચો:Karnataka/કર્ણાટક : ખાણ અને ભૂસ્તર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રતિમાની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, પોલીસે ચાર્જશીટ દાખલ કરી